આજથી 6 ઓગસ્ટ સુધીની અપડેટ; જાણો ક્યાં કેવું વાતાવરણ રહેશે? – Weather update from today to August 6
રાજ્યમાં વરસાદનું જોર ઘટી ગયું હોવા છતાં પણ ગઈ કાલે 30 જુલાઈના રોજ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ થયો હતો. જેમાં મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં 61 મીમી, વીરપુરમાં 33 મીમી, કડાણામાં 30 મીમી, સંંતરામપુરમાં 24 મીમી, ખાનપુરમાં 15 મીમી અને લુનાવાડામાં 14 મીમી વરસાદ નોંધાયો હતો.
આ સિવાય નવાસારી જિલ્લાના નવસારી શહેરમાં 19 મીમી, જલાનપોરમાં 15 મીમી, વાસંદામાં 13 મીમી, ગણદેવીમાં 36 મીમી, ચીખલીમાં 20 મીમી અને ખેરગામમાં 29 મીમી વરસાદ તો પંચમહાલ જિલ્લાના મોરવા હડાફમાં 34 મીમી અને શાહેરામાં 26 મીમી તો ડાંગ જિલ્લાના વઘઈમાં 29 મીમી અને આહવામાં 20 મીમી તો ખેડા જિલ્લાના કપડવંજમાં 29 મીમી, મહુધામાં 25 મીમી અને કથાલાલમાં 15 મીમી વરસાદ થયો હતો.
આ ઉપરાંત વલસાડ જિલ્લાના કપરાડામાં 28 મીમી, વલસાડ શહેરમાં 25 મીમી, ધરમપુરમાં 23 મીમી અને પારડીમાં 13 મીમી વરસાદ તો અરવલ્લી જિલ્લાના માલપુરમાં શહેરામાં 26 મીમી, બાયડમાં 18 મીમી, મોડાસામાં 15 મીમી અને મેઘરાજમાં 12 મીમી વરસાદ તો દાહોદ જિલ્લાના સંજેળીમાં 23 મીમી, લીમખેડામાં 17 મીમી અને ફતેપુરામાં 17 મીમી વરસાદ પડ્યો હતો.
આ પણ વાંચો: આ જિલ્લામાં રેડ એલર્ટ; ભારેથી અતિભારે વરસાદની આગાહી
તેમજ તાપી જિલ્લાના સોનગઢમાં 22 મીમી, વાલોદમાં 19 મીમી અને ડોલવણમાં 14 મીમી વરસાદ પડ્યો હતો. તો સુરત જિલ્લાના માંડવીમાં 19 મીમી, ઉમરપાડામાં 17 મીમી અને મહુવામાં 15 મીમી વરસાદ ઉપરાંત આણંદ, જુનાગઢ અને વડોદરા જિલ્લાના અમુક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો હતો.
હવામાન કેન્દ્ર, અમદાવાદની આજની (31 જુલાઈની) આગાહી
ભારતીય હવામાન ખાતા દ્વારા આજે અને આવતી કાલ માટે વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી એટલે આજથી રાજ્યમાં વરસાદનું જોર સાવ ઘટી જાશે. જોકે ગુજરાતના સ્થાનિક હવામાન કેન્દ્ર દ્વારા આજે રાજ્યમાં વરસાદનું થોડુ જોર રહેશે એવી આગાહી કરી છે જે આવતી કાલથી ઉત્તરોતર ઘટતું જશે.
હવામાન કેન્દ્રની આજની એટલે કે, 31 જુલાઈની અનુસાર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, જુનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, નવસારી, વલસાડ, પાટણ, બનાસકાંઠા, અમરેલી, ગીર સોમનાથ, દીવ, દમણ, આણંદ, ખેડા, અરવલ્લી, બોટાદ, રાજકોટ, પંચમહાલ, વડોદરા, દાહોદ, કચ્છ, મહેસાણા, ગાંધીનગર, પોરબંદર, જામનગર, છોટાઉદેપુર, ભરૂચ, તાપી, ડાંગ, મહીસાગર, નર્મદા, સુરત, સાબરકાંઠા અને દાદરા નગર હવેલીના ઘણા સ્થળોએ વરસાદ પડી શકે છે અને તેની સંભાવના 51% થી 75% ગણવાની રહેશે.
હવામાન કેન્દ્ર, અમદાવાદની 1લી ઓગષ્ટની આગાહી
આવતી કાલે 1લી ઓગસ્ટે ભાવનગર, જુનાગઢ, અમદાવાદ, નવસારી, વલસાડ, પાટણ, બનાસકાંઠા, અમરેલી, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, તાપી, ડાંગ, મહીસાગર, દાહોદ, મહેસાણા, ગાંધીનગર, નર્મદા, સુરત, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, દીવ, દમણ, આણંદ, ખેડા અને સાબરકાંઠાના કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે (જેની શક્યતા 26% થી 50%) તથા કચ્છના છુટા છવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તેની સંભાવના માત્ર 25% સુધીની ગણવી.
હવામાન કેન્દ્ર, અમદાવાદની 2જી ઓગષ્ટની આગાહી
હવામાન કેન્દ્રની આગાહી મુજબ, 2જી ઓગસ્ટના રોજ સાબરકાંઠા, દીવ, અરવલ્લી, મહિસાગર, દાહોદ તથા સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને જુનાગઢના છુટા છવાયા વિસ્તારો ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભરૂચ, નર્મદા અને સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે.
હવામાન કેન્દ્ર, અમદાવાદની 3જી ઓગષ્ટની આગાહી
હવામાન કેન્દ્રની આગાહી પ્રમાણે, 3જી ઓગસ્ટના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને દીવ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને ભાવનગર જિલ્લાના છુટા છવાયા વિસ્તારોમાં તથા ડાંગ, નવસારી, વડોદરા, છોટાઉદેપુર, તાપી, વલસાડ, દાદરા નગર હવેલી, ભરૂચ, નર્મદા, સુરત અને દમણના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.
હવામાન કેન્દ્ર, અમદાવાદની 4થી અને 5મી ઓગષ્ટની આગાહી
4થી અને 5મી ઓગસ્ટની આગાહીમાં ડાંગ, છોટાઉદેપુર, વલસાડ, દાદરા નગર હવેલી, સુરત, નવસારી, ભરૂચ, નર્મદા, વડોદરા, દમણ અને તાપીના કેટલાક વિસ્તારોમાં તથા સૌરાષ્ટ્રના, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલી જિલ્લાના છુટા છવાયા વિસ્તારો તથા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના છુટાછવાયા સ્થળોએ વરસાદ વરસી શકે એવી શક્યતા હવામાન કેન્દ્ર દ્વારા વ્યકત કરવામાં આવી છે.
હવામાન કેન્દ્રની 6ઠી ઓગષ્ટની આગાહી
આગામી 6 ઓગસ્ટની આગાહી મુજબ વરસાદનું જોર ઘટી જતાં દીવ, દમણ, અને દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ, જુનાગઢ, સુરત અને તાપી જિલ્લાના છુટા છવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
આવી વધારે માહિતી માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.
Update from today to August 6; Know where the weather will be? – Weather update from today to August 6
Even though the intensity of rain has reduced in the state, it still rained in many parts of the state yesterday on July 30. In which 61 mm of rain was recorded in Balasinore of Mahisagar district, 33 mm in Virpur, 30 mm in Kadana, 24 mm in Santarampur, 15 mm in Khanpur and 14 mm in Lunawada.
Apart from this, 19 mm in Navsari town of Navasari district, 15 mm in Jalanpore, 13 mm in Wasanda, 36 mm in Gandevi, 20 mm in Chikhli and 29 mm in Khergam, 34 mm in Morwa Hadaf and 26 mm in Shahera of Panchmahal district, 29 mm in Waghai and 20 mm in Ahwa of Dang district. In Kheda district, there was 29 mm of rain in Kapdwanj, 25 mm in Mahudha and 15 mm in Kathalal.
Apart from this, 28 mm in Kaprada of Valsad district, 25 mm in Valsad town, 23 mm in Dharampur and 13 mm in Pardi, 26 mm in Malpur in Aravalli district, 18 mm in Baid, 15 mm in Modasa and 12 mm in Meghraj, 23 mm in Sanjeli of Dahod district, 17 in Limkheda. mm and Fatepura received 17 mm of rain.
Also, 22 mm of rain fell in Songadh, 19 mm in Valod and 14 mm in Dolwan in Tapi district. In addition to 19 mm of rain in Mandvi, 17 mm in Umarpada and 15 mm in Mahuva in Surat district, some areas of Anand, Junagadh and Vadodara districts received significant rainfall.
Today’s (July 31) Forecast of Weather Centre, Ahmedabad
The Indian Meteorological Department has not predicted any rain for today and tomorrow, so the intensity of rain will reduce in the state from today. However, the local meteorological center of Gujarat has predicted that there will be some heavy rainfall in the state today, which will decrease gradually from tomorrow.
According to weather center today i.e. July 31, Devbhoomi Dwarka, Bhavnagar, Junagadh, Morbi, Surendranagar, Ahmedabad, Navsari, Valsad, Patan, Banaskantha, Amreli, Gir Somnath, Diu, Daman, Anand, Kheda, Aravalli, Botad, Rajkot, Many places of Panchmahal, Vadodara, Dahod, Kutch, Mehsana, Gandhinagar, Porbandar, Jamnagar, Chotaudepur, Bharuch, Tapi, Dang, Mahisagar, Narmada, Surat, Sabarkantha and Dadra Nagar Haveli are likely to receive rain with a probability of 51% to 75%. will be
1st August Forecast of Meteorological Centre, Ahmedabad
Tomorrow 1st August Bhavnagar, Junagadh, Ahmedabad, Navsari, Valsad, Patan, Banaskantha, Amreli, Aravalli, Panchmahal, Vadodara, Chotaudepur, Bharuch, Tapi, Dang, Mahisagar, Dahod, Mehsana, Gandhinagar, Narmada, Surat, Dadra Nagar Haveli, Some places of Gir Somnath, Diu, Daman, Anand, Kheda and Sabarkantha may receive rain (26% to 50% chance) and isolated areas of Kutch may receive rain only up to 25%.
2nd August Forecast of Meteorological Centre, Ahmedabad
According to the forecast of the Meteorological Center, Sabarkantha, Diu, Aravalli, Mahisagar, Dahod and isolated areas of Saurashtra, Amreli, Bhavnagar, Gir Somnath and Junagadh besides Vadodara, Chotaudepur, Tapi, Dang, Navsari, Valsad, Daman, Dadra Nagar Haveli, Bharuch will be affected on August 2. , Narmada and some areas of Surat may receive rain.
3rd August Forecast of Weather Centre, Ahmedabad
According to the forecast of the weather center, on 3rd August, isolated areas of Sabarkantha, Aravalli and Diu and Amreli, Gir Somnath, Junagadh and Bhavnagar districts of Saurashtra and Dang, Navsari, Vadodara, Chotaudepur, Tapi, Valsad, Dadra Nagar Haveli, Bharuch, Narmada, Surat and Rain may occur in some areas of Daman.
4th and 5th August forecast of Weather Centre, Ahmedabad
In the forecast for 4th and 5th August, some areas of Dang, Chotaudepur, Valsad, Dadra Nagar Haveli, Surat, Navsari, Bharuch, Narmada, Vadodara, Daman and Tapi and isolated areas of Saurashtra, Bhavnagar, Gir Somnath, Junagadh and Amreli districts and Aravalli and Sabarkantha districts. The weather center has indicated the possibility of rain at isolated places.
Meteorological Center forecast for 6th August
According to the forecast on August 6, as the intensity of rain decreases, apart from Diu, Daman, and Dadra Nagar Haveli, scattered areas of Saurashtra and Gir Somnath, Navsari, Dang, Valsad, Junagadh, Surat and Tapi districts of South Gujarat may receive rain.