હવામાન નિષ્ણાતોએ કરી મોટી આગાહી; આ તારીખે થશે ભારે વરસાદ – Weather Experts Big Predictions

હવામાન નિષ્ણાતોએ કરી મોટી આગાહી; આ તારીખે થશે ભારે વરસાદ – Weather Experts Big Predictions

રાજ્યમાં હાલ ઘણા વિસ્તારોમાં વરાપ જોવા મળી રહી છે તો કેટલાક વિસ્તારો હજી પણ રેડાં ઝાપટાં પડી રહ્યા છે જેના લીધે હજી પણ આ વિસ્તારોના ખેડૂતો સારા તડકાની રાહ જોઈને બેઠા છે. રાજયનાં મોટા ભાગના વિસ્તારોમાં હજી વરાપ પણ વરાપ જોઈએ છે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલ તથા હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જે નીચે પ્રમાણે છે.

હાલ ગુજરાતમાં અત્યાર સુધી પોણા 28 ઈંચ વરસાદ સાથે આ સિઝનનો 78.91% વરસાદ નોંધાયો ગયો છે. જેમાં રાજ્યના કુલ 46 તાલુકાઓમાં 40 ઈંચ કરતાં વધુ વરસાદ તો 104 તાલુકાઓમાં 20થી 40 ઈંચ વરસાદ તો રાજ્યના અન્ય 94 તાલુકાઓમાં 10 ઈંચથી 20 ઈંચ વરસાદ પડ્યો છે. આ સિવાય ઓછા વરસાદવાળા એટલે કે 5 ઈંચથી લઈને 10 ઈંચ વરસાદવાળા કુલ 7 તાલુકાઓ છે.

અંબાલાલ પટેલની આગાહી

જાણીતા હવામાન શાસ્ત્રી શ્રી અંબાલાલ પટેલે વરસાદને લઈને વધુ એક આગાહી કરી જેમાં આગામી 8થી 9 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહે અને તેની સાથોસાથ રાજ્યમાં પવનની વધુ ગતિથી કચ્છના બાગાયતી પાકોને નુકસાની થાય એવી શક્યતા છે. વધુમાં એમણે એમ પણ જણાવ્યું કે, ઓગષ્ટ મહિનામાં એટલે કે આ મહિનામાં દેશના પૂર્વીય વિસ્તારમાં આવેલાં રાજ્યોમાં વરસાદ થવાની શક્યતાઓ છે.

આ પણ વાંચો: આશ્લેષા નક્ષત્રમાં હવામાન વિભાગની આગાહી; આજે અને કાલે આ જિલ્લામાં ભારે વરસાદ

રમણિકભાઈ વામજાની આગાહી

રાજ્યમાં હાલ ત્રીજો રાઉન્ડ પુરો થઈ ગયો છતા હજી પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં ક્યારેક ક્યારેક કોઈ વિસ્તારમાં હળવા ભારે વરસાદી ઝાપટાં થાય છે ત્યારે હવામાનના જાણકાર એવા રમણિકભાઈ વામજાએ પણ 35 વર્ષના અનુભવ સાથે આગાહી કરતાં જણાવ્યું કે, ઓગષ્ટના પહેલા અઠવાડિયામાં 2થી 4 ઇંચ વરસાદ થવાની સંભાવના છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, જામનગર જિલ્લામાં ભારે વરસાદ થાય એવી શક્યતા છે.

આ સિવાય મણિકભાઈ વામજાએ વધુમાં જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન વીંછીં કરડવાનું પ્રમાણ વધારે રહેશે અને મગફળી, અડદ, સાયાબીન અને એરંડાના પાક માટે પણ આ સમય સારો છે અને આ પાકોનું ઉત્પાદન પણ સારું થશે એમ કહ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદની વધુ એક આગાહી; ભારે પવન સાથે વરસાદની આગાહી

આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, નવરાત્રીમાં તેમજ ભાદરવામાં વરસાદનું હાથિયો નક્ષત્ર બેસવાનું છે, તે નક્ષત્રમાં કડાકા ભડાકા સાથે અને નાના વાવાઝોડા સાથે વરસાદ થશે તેવું અનુમાન છે અને આ સાથે જ નવરાત્રીના પહેલા અને બીજા નોરતામાં પણ વરસાદ થશે એવી આગાહી રમણિકભાઈ દ્વારા કરવામાં આવી છે.

અશોકભાઈ પટેલની આગાહી

અંબાલાલ પટેલ અને રમણિકભાઈ વામજાની આગાહી સિવાય પણ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે આગાહી કરી છે જેમાં તેમણે  આગામી 10 તારીખ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા નથી એમ જણાવવામાં આવ્યું છે. જયારે ગુજરાતના અન્ય વિસ્તારમાં એટલે કે દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ કોઈ કોઈ દિવસ પડી જાય એમ અશોકભાઈ પટેલે કહ્યું હતું.

તેઓએ આગાહીમાં જણાવેલ કે ગયા અઠવાડીયામાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં 14 મી.મી.થી 24 મી.મી. વરસાદ થયો તો દક્ષિણ ગુજરાતમાં 149 મી.મી. વરસાદ થયો હતો. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં 61 મી.મી. વરસાદ અને ઉત્તર ગુજરાતમાં 37 મી.મી. જેટલો વરસાદ થયો હતો.

વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે આવતી કાલથી 10 તારીખ દરમિયાન અરબ સાગરના ભેજવાળા પવનોના લીધે રાજ્યમાં છુટા છવાયા ઝાપટા અને ક્યાંક હળવા મધ્યમ વરસાદની શકયતા દર્શાવી છે. 10 ઓગસ્ટ સુધી રેડા ઝાપટા, પવન અને વરાપ એમ ત્રણેય ચાલુ રહેશે.

આ સિવાય અશોકભાઈ પટેલે માત્ર દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના વિસ્તારમાં કોઈક દિવસ હળવોથી મધ્યમ તથા ભારે વરસાદ અને અમુક સિમિત વિસ્તારોમાં વધારે એટલે વધુ ભારે વરસાદ થાય એવું અનુમાન છે.

હવામાન વિભાગની આગાહી

આ સિવાય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યના અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે જેમાં સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અને જુનાગઢ તો દક્ષિણ ગુજરાતના સુરત અને ભરૂચ ઉપરાંત દાહોદ, પંચમહાલ અને મહેસાણા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તો ગુજરાતના સ્થાનિક હવામાન ખાતાએ આજે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક સ્થળો તો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.

Weather experts make big predictions; There will be heavy rain on this date

Rainfall is being observed in many areas in the state, some areas are still receiving heavy rain due to which the farmers of these areas are still waiting for good sunshine. While most of the areas of the state still expect to see rain, the forecast of rain by well-known weather expert Ambalal Patel, Weather Analyst Mr. Ashokbhai Patel and Meteorological Department is as follows.

Currently, Gujarat has received 78.91% of this season’s rainfall with 28 inches of rainfall so far. In which a total of 46 talukas of the state have received more than 40 inches of rain, 104 talukas have received 20 to 40 inches of rain, and 10 to 20 inches of rain have fallen in other 94 talukas of the state. Apart from this there are total 7 taluks with low rainfall i.e. 5 inches to 10 inches of rainfall.

Predictions of Ambalal Patel

Renowned meteorologist Mr. Ambalal Patel has given another forecast regarding the rains in which there is a possibility of rainy weather in Gujarat from 8th to 9th August and along with it there is a possibility of damage to the horticultural crops of Kutch due to high wind speed in the state. In addition, he also said that in the month of August, i.e. in this month, there are chances of rain in the states located in the eastern part of the country.

Prediction of Ramnikbhai Vamja

Although the third round has been completed in the state, cloudy weather is still being observed in some parts of the state. Ramnikbhai Vamja, who is a weather expert with 35 years of experience, said that there is a possibility of 2 to 4 inches of rain in the first week of August. Along with this, he said that there is a possibility of heavy rain in Jamnagar district.

Apart from this, Manikbhai Vamja further said that the amount of scorpion bites will be high during this period and this time is also good for groundnut, urad, chickpea and castor crops and the production of these crops will also be good.

Apart from this he also said that in Navratri as well as in Bhadrava the elephant constellation of rain is to sit, in that constellation it is predicted that there will be rain with lightning and small storms and along with this it is predicted by Ramnikbhai that there will be rain in the first and second Norta of Navratri as well. .

Prediction of Ashokbhai Patel

Apart from the forecast of Ambalal Patel and Ramnikbhai Vamja, weather analyst Mr. Ashokbhai Patel has also predicted in which he has stated that there is no possibility of heavy rain in the areas of Saurashtra and Kutch till the next 10th. Ashokbhai Patel said that moderate to heavy rains will fall in other parts of Gujarat ie South Gujarat.

They said in the forecast that Kutch and Saurashtra received 14 mm to 24 mm in the last week. If it rains, 149 mm in South Gujarat. It rained. Apart from this, 61 mm in central Gujarat. Rain and 37 mm in North Gujarat. As much as it rained.

Weather Analyst Mr. Ashokbhai Patel has indicated the possibility of scattered showers and some light moderate rains in the state from tomorrow to 10th due to humid winds from the Arabian Sea. Till August 10, the three rain showers, Pawan and Varap will continue.

Apart from this, Ashokbhai Patel has predicted light to moderate to heavy rains on some days only in South Gujarat and its surrounding areas and more or more heavy rains in some limited areas.

Meteorological department forecast

Apart from this, according to the forecast of the Meteorological Department, moderate to heavy rain may occur in some areas of the state today, including Gir Somnath and Junagadh in Saurashtra, Surat and Bharuch in South Gujarat, Dahod, Panchmahal and Mehsana districts.

So the Local Meteorological Department of Gujarat has predicted scattered rain today in some places of Saurashtra and Kutch and in most parts of North Gujarat, South Gujarat and Central Gujarat.