આગામી બે દિવસ ભારે; હવામાન વિભાગની આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી – Next two days heavyrain in gujarat

આગામી બે દિવસ ભારે; હવામાન વિભાગની આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી – Next two days heavyrain in gujarat

વરસાદનો ત્રીજો સારો રાઉન્ડ પુરો થઈ ગયો છતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજી પણ વરસાદ પડી રહ્યો છે. ગઈ કાલે પણ રાજ્યના અનેક વિસ્તારમાં સારો વરસાદ પડ્યો જેમાં સુરતના કામરેજમા 91 મીમી, ઉમરપાડામાં 73 મીમી, ઓલપાડમાં 64 મીમી, માંગરોળમાં 52 મીમી, સુરત શહેરમાં 48 મીમી અને પલસાણામાં 28 મીમી વરસાદ નોંધાયો હતો.

તેમજ વલસાડ જિલ્લાના કપરાડામાં 85 મીમી, વાપીમાં 64 મીમી, પારડીમાં 52 મીમી, ધરમપુરમાં 31 મીમી, ઉમરગામમાં 30 મીમી વરસાદ તથા આણંદ જિલ્લાના આણંદ શહેરમાં 80 મીમી, ઉમરેઠમાં 38 મીમીમીમી, બોરસદમાં 37 મીમી અને તારાપુરમાં 26 મીમી વરસાદ, ખેડા જિલ્લાના નડિયાદમાં 75 મીમી, વસોમાં 45 મીમી, ઠાસરામાં 43 મીમી તથા ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં 65 મીમી, તાલાલામાં 47 મીમી, સુત્રાપાડામાં 43 મીમી, વેરાવળમાં 39 મીમી, ઉનામાં 36 મીમી અને ગીર ગઢડામાં 34 મીમી વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો: મેઘરાજાએ મચાવ્યો તાંડવ; આ જિલ્લામાં એલર્ટ, હવે વરાપ ક્યારે?

આ સિવાય જુનાગઢ જિલ્લાના વંથલીમાં 63 મીમી, કેશોદમાં 59 મીમી, માળિયા હાટીનામાં 59 મીમી, માણાવદરમાં 57 મીમી, માંગરોળમાં 50 મીમી, મેંદરણામાં 50 મીમી, જુનાગઢમાં 41 મીમી અને વિસાવદરમાં 38 મીમી વરસાદ થયો હતો. આ સિવાય પણ વડોદરા, અમરેલી, પોરબંદર, જામનગર, ભાવનગર, મહેસાણા, બનાસકાંંઠા, નવસારી, ડાંગ, કચ્છ, રાજકોટ અને પંચમહાલ જિલ્લાના વિસ્તારોમાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગની 25 જુલાઈની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે 25 જુલાઈના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ અને દીવમાં, દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, સુરત, દમણ અને દાદરા નગર હવેલીમાં તેમજ કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય પણ રાજ્યના અન્ય વિસ્તારોમાં રેડાં ઝાપટાં પડી શકે.

આ પણ વાંચો: વરસાદથી મળશે રાહત; આજથી 7 દિવસ સુધીનું પૂર્વાનુમાન, વરાપ કેટલા સમય સુધી રહેશે?

આ સિવાય આવતી કાલે નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં તો 27 જુલાઈના રોજ વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. આમ, આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે એવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન કેન્દ્ર, અમદાવાદની આજની (25 જુલાઈની) આગાહી

હવામાન કેન્દ્ર, અમદાવાદની આજની 25 જુલાઈની આગાહી પ્રમાણે રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે જેની સંભાવના હાલ 51% થી 75% સુધીની ગણવાની રહે. જેમાં બોટાદ, રાજકોટ, વલસાડ, છોટાઉદેપુર, ગાંધીનગર, નર્મદા, જામનગર, દમણ, ભાવનગર, સુરેન્દ્રનગર, દીવ, પોરબંદર, દાહોદ, પાટણ, અમરેલી, ખેડા, વડોદરા, આણંદ, ભરૂચ, બનાસકાંઠા, અમદાવાદ, સુરત,  દાદરા નગર હવેલી, અરવલ્લી, દેવભૂમિ દ્વારકા, નવસારી, ડાંગ, મહેસાણા, જુનાગઢ, મોરબી, ગીર સોમનાથ, તાપી, પંચમહાલ, મહીસાગર, કચ્છ અને સાબરકાંઠાના વિસ્તારોનો સમાવેશ થાય છે.

હવામાન કેન્દ્ર, અમદાવાદની આવતી કાલની (26 જુલાઈની) આગાહી

હવામાન કેન્દ્ર, અ‍મદાવાદની 26 જુલાઈની આગાહી અનુસાર, જુનાગઢ, અમરેલી, વલસાડ, નવસારી, આણંદ, અમદાવાદ, બોટાદ, રાજકોટ, દીવ, ભાવનગર, ગીર સોમનાથ, અરવલ્લી, સુરત, પંચમહાલ, વડોદરા, દાદરા નગર હવેલી, ખેડા, તાપી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, દમણ અને મહીસાગરના વિસ્તારોમાં વરસાદ થઈ શકે તેની શક્યતા 26% થી લઈને 50% ની ગણવાની રહે.

હવામાન કેન્દ્રની 27 જુલાઈની આગાહી

રાજ્યમાં 27 જુલાઈના રોજ તાપી, ડાંગ, પંચમહાલ, દાહોદ, ભાવનગર, છોટાઉદેપુર, ભરૂચ, દેવભૂમિ દ્વારકા, ખેડા, મોરબી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, આણંદ, સુરેન્દ્રનગર, દીવ, પોરબંદર, વડોદરા, નર્મદા, સુરત, જુનાગઢ, બોટાદ, રાજકોટ, વલસાડ, દાદરા નગર હવેલી, અમદાવાદ, ગીર સોમનાથ, મહીસાગર, જામનગર, દમણ, અરવલ્લી, અમરેલી, નવસારી, સાબરકાંઠા અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદ થાય એવી સંભાવનાઓ હવામાન કેન્દ્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન કેન્દ્રની 28 જુલાઈની આગાહી

હવામાન કેન્દ્ર, અમદાવાદ દ્વારા જણાવવામાં આવ્યું કે, 28 તારીખે ભાવનગર, અમરેલી, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથના છુટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે જ્યારે બનાસકાંઠા, આણંદ, અરવલ્લી, મહીસાગર, તાપી, અમદાવાદ, દમણ, વલસાડ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, ખેડા, નવસારી, દાદરા નગર હવેલી, ડાંગ, પંચમહાલ, ગાંધીનગર, પાટણ, સુરત અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

હવામાન કેન્દ્રની 29 જુલાઈની આગાહી

ગુજરાત રાજ્યમાં 29 જુલાઈએ છોટાઉદેપુર, ભરૂચ, સુરત, વડોદરા, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, નર્મદા, તાપી, ડાંગ અને દમણના કેટલાક વિસ્તારો ઉપરાંત જુનાગઢ, પંચમહાલ, અમરેલી, ગીર સોમનાથ, આણંદ, દાહોદ, દીવ, અમદાવાદ અને ભાવનગરના છુટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડે એવી આગાહી છે.

હવામાન કેન્દ્ર અમદાવાદની 30 અને 31 જુલાઈની આગાહી

હવામાન કેન્દ્ર દ્વારા ગુજરાતમાં 30 જુલાઈના રોજ ગીર સોમનાથ, જુનાગઢ અને દીવના છુટાછવાયા વિસ્તારોમાં તેમજ છોટાઉદેપુર, ભરૂચ,  સુરત, વડોદરા, વલસાડ, ડાંગ, દાદરા નગર હવેલી, નર્મદા, તાપી, નવસારી અને દમણના કેટલાક છુટાછવાયા સ્થળોએ વરસાદ પડે એવી આગાહી છે.

આ સિવાય 31 જુલાઈએ ગીર સોમનાથ, દીવ, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, ડાંગ, જુનાગઢ અને સુરતના છુટા છવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે.

આવી વધારે માહિતી માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

The next two days were heavy; Meteorological department forecast of heavy rain in this district – Next two days heavy rain in gujarat. Although the third good round of rains is over, it is still raining in some parts of the state. Yesterday also many parts of the state received good rainfall including 91 mm in Kamrej of Surat, 73 mm in Umarpada, 64 mm in Allpad, 52 mm in Mangrol, 48 mm in Surat city and 28 mm in Palsana.

Also 85 mm in Kaprada of Valsad district, 64 mm in Vapi, 52 mm in Pardi, 31 mm in Dharampur, 30 mm in Umargam and 80 mm in Anand town of Anand district, 38 mm in Umareth, 37 mm in Borsad and 26 mm in Tarapur, 75 mm in Nadiad of Kheda district, 45 mm in Vaso, Thasara. 43 mm and 65 mm in Kodinar of Gir Somnath district, 47 mm in Talala, 43 mm in Sutrapada, 39 mm in Veraval, 36 mm in Una and 34 mm in Gir Garhda.

Apart from this, Vanthali in Junagadh district received 63 mm, Keshod 59 mm, Malia Hatina 59 mm, Manavdar 57 mm, Mangrol 50 mm, Mendarana 50 mm, Junagadh 41 mm and Visavdar 38 mm. Apart from this, the areas of Vadodara, Amreli, Porbandar, Jamnagar, Bhavnagar, Mehsana, Banaskantha, Navsari, Dang, Kutch, Rajkot and Panchmahal districts also received significant rainfall.

25 July Forecast of Meteorological Department

According to the forecast of the Meteorological Department, heavy rain is predicted in some areas of the state today on July 25. According to the forecast of the Meteorological Department, heavy rain may occur in Rajkot, Amreli and Gir Somnath and Diu in Saurashtra, Dang, Navsari, Valsad, Surat, Daman and Dadra Nagar Haveli in South Gujarat and Kutch, Sabarkantha, Aravalli and Banaskantha today. Apart from this, showers may occur in other areas of the state.

Apart from this, heavy rain may occur in Navsari, Valsad, Dang, Daman and Dadra Nagar Haveli tomorrow and on July 27 in Valsad, Navsari, Daman and Dadra Nagar Haveli. Thus, the Meteorological Department is expressing the possibility that there may be heavy rain in some areas of South Gujarat for the next two days.

Today’s (July 25) Forecast of Weather Centre, Ahmedabad

According to the weather forecast of Ahmedabad on July 25, many areas of the state may receive rain, the probability of which is 51% to 75%. In which Botad, Rajkot, Valsad, Chotaudepur, Gandhinagar, Narmada, Jamnagar, Daman, Bhavnagar, Surendranagar, Diu, Porbandar, Dahod, Patan, Amreli, Kheda, Vadodara, Anand, Bharuch, Banaskantha, Ahmedabad, Surat, Dadra Nagar Haveli, Aravalli, Devbhumi Dwarka, Navsari, Dang, Mehsana, Includes areas of Junagadh, Morbi, Gir Somnath, Tapi, Panchmahal, Mahisagar, Kutch and Sabarkantha.

Tomorrow’s (July 26) Forecast of Weather Centre, Ahmedabad

Junagadh, Amreli, Valsad, Navsari, Anand, Ahmedabad, Botad, Rajkot, Diu, Bhavnagar, Gir Somnath, Aravalli, Surat, Panchmahal, Vadodara, Dadra Nagar Haveli, Kheda, Tapi, Dang, Dahod, Chotaudepur, Bharuch, Narmada, Daman and Mahisagar, according to Weather Center, Ahmedabad’s July 26 forecast. 26% to 50% chance of rain in the areas.

Weather Center forecast for July 27

On July 27 in the state, Tapi, Dang, Panchmahal, Dahod, Bhavnagar, Chotaudepur, Bharuch, Devbhoomi Dwarka, Kheda, Morbi, Patan, Banaskantha, Mehsana, Anand, Surendranagar, Diu, Porbandar, Vadodara, Narmada, Surat, Junagadh, Botad, Rajkot, Valsad, Dadra Nagar Haveli, Ahmedabad, The meteorological center is expressing the possibility of rain in some areas of Gir Somnath, Mahisagar, Jamnagar, Daman, Aravalli, Amreli, Navsari, Sabarkantha and Gandhinagar.

Weather Center forecast for July 28

Meteorological Centre, Ahmedabad informed that on 28th, rain may occur at isolated places of Bhavnagar, Amreli, Porbandar, Junagadh and Gir Somnath while Banaskantha, Anand, Aravalli, Mahisagar, Tapi, Ahmedabad, Daman, Valsad, Vadodara, Dahod, Chotaudepur, Bharuch, Narmada, Kheda, Navsari, Dadra Nagar Haveli, Some areas of Dang, Panchmahal, Gandhinagar, Patan, Surat and Sabarkantha may receive rain.

Meteorological Center forecast for July 29

In the state of Gujarat on July 29, rain is expected in some areas of Chotaudepur, Bharuch, Surat, Vadodara, Navsari, Valsad, Dadra Nagar Haveli, Narmada, Tapi, Dang and Daman and scattered areas of Junagadh, Panchmahal, Amreli, Gir Somnath, Anand, Dahod, Diu, Ahmedabad and Bhavnagar.

Weather Center Ahmedabad forecast for 30th and 31st July

The Meteorological Center has predicted rain in Gujarat on July 30 at isolated places of Gir Somnath, Junagadh and Diu and at some isolated places of Chotaudepur, Bharuch, Surat, Vadodara, Valsad, Dang, Dadra Nagar Haveli, Narmada, Tapi, Navsari and Daman.

Apart from this, rain may occur at isolated places of Gir Somnath, Diu, Valsad, Navsari, Dadra Nagar Haveli, Dang, Junagadh and Surat on July 31.

1 thought on “આગામી બે દિવસ ભારે; હવામાન વિભાગની આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી – Next two days heavyrain in gujarat”

Leave a comment