ગુજરાતમાં મેઘતાંડવ; અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી – Meteorological departments big forecast

ગુજરાતમાં મેઘતાંડવ; અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી – Meteorological departments big forecast

હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ, ગુજરાતમાં આવતા પાંચ દિવસોમાં રાજયની અંદર સાર્વત્રિક વરસાદ થાશે, તેમજ આવતા ત્રણ દિવસ દરમિયાન સમગ્ર રજ્યમાં ધોધમાર વરસાદ પડવાનો છે. જોકે આ પછી બે દિવસ વાતાવરણમાં વરસાદનું જોર ધીરે ધીરે ઘટવા લાગશે. હવામાન ખાતાએ જે માહિતી આપી છે એ પ્રમાણે આવતી કાલથી એટલે શનિવારથી સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળશે.

આ સાથે જ હવામાનના મોડેલોમાં જણાવ્યું છે એ પ્રમાણે, આવતી થોડિક કલાકોમાં ભાણવડ, ઉપલેટા, રાણાવાવ, ધોરાજી, જેતપુર, પોરબંદર, જેતપુર, ગોંડલ અને કાલાવાડાના વિસ્તારોમાં સારો વરસાદ પડવાની સંભાવનાઓ છે.

વરસાદ પડવાની જે માહિતી મળી છે તે મુજબ, પોરબંદરમાં છેલ્લી ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યના અમદાવાદ શહેરના ઘણા બધા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ધીમે ધીમે સૌરાષ્ટ્રના બાકી જે વિસ્તારો તેમાં પણ વરસાદ ચાલુ થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

હવામાન વિભાગની આજની (7 જુલાઈની) આગાહી

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીમાં જણાવ્યું કે, કેટલાક જિલ્લાઓમાં આજે 7 તારીખમાં અતિભારે વરસાદ પડવાનો હોવાથી ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં વલસાદ, નવસારી, દમણ, સુરત, પોરબંદર, પોરબંદર, દેવભુમિ દ્વારકા અને જુનાગઢ જિલ્લાના વિસ્તારોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: આગામી 3 દિવસ મેઘતાંડવ, 7થી 9 જુલાઈમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી – Meghtandav Heavy rain for 3 days

આ સિવાય પણ આજે ભારે વરસાદના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું જેમાં, કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, ભાવનગર, મોરબી, જામનગર, અમદાવાદ, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લાના વિસ્તારોનો સમાવેશ થાય છે.

હવામાન વિભાગની આવતી કાલ (8 જુલાઈ) ની આગાહી

આ ઉપરાંત હવામાન ખાતાએ આવતી કાલે એટલે કે 8 તારીખમાં ભારે થી અતિભારે વરસાદ પડવાનો હોવાથી રાજ્યના ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના વિસ્તારોમાં રેડ એલર્ટ (લાલ ચેતવણી) અપાણી છે.

આ પણ વાંચો: અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી 36 કલાક ગુજરાત માટે ભારે Heavy rain forecast for Gujarat for next 36 hours

આ સિવાય અતિભારે વરસાદ પડવાનો હોવાથી રાજ્યના દેવભુમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, દમણ, વલસાડ, નવસારી અને સુરત જિલ્લાના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તેમજ આણંદ, ભાવનગર, જામનગર, ડાંગ, તાપી, આણંદ, વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના વિસ્તારોમાં પીળી ચેતવણી (યલો એલર્ટ) આપવામાં આવી‌ છે.

હવામાન વિભાગની 9 જુલાઈ ની આગાહી

આ સિવાય હવામાન વિભાગે 9 તારીખે કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદ થવાનો હોવાથી આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન ખાતાની સાથોસાથ આપણા સૌના જાણિતા આગાહી કરનારા હવામાનના નિષ્ણાત એવા અંબાલાલ પટેલ જે અગાહી કરી છે તે આગાહી મુજબ, 7 તારીખથી એટલે કે આજથી 12 જુલાઇ સુધીના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે.

અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું કે, સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં 15 ઇંચથી વધુ વરસાદ પડે તેવી ભયંકર આગાહી કરી છે, તેમજ આ સિવાય બનાસકાંઠા જિલ્લામાં પણ 8 ઈંચ વરસાદ પડવાનો છે. તો રાજ્યના બીજા વિસ્તારોમાં ચાર-ચાર ઈંચ વરસાદ પડવાનો છે જેમાં મહેસાણા, પાટણ, આણંદ અને વડોદરા જિલ્લાનો સમાવેશ થાય છે. આમ, અંબાલાલની આ ભારે વરસાદની આગાહીના લીધે રાજ્યના કેટલાક ભાગમાં નદી-નાળામાં મોટા પ્રમાણમાં પાણી આવવાના છે તે માટે તૈયારી રાખવી.

આવી વધારે માહિતી માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

According to the forecast of the Meteorological Department, there will be widespread rains in the state in the next five days, and heavy rains will occur in the entire state during the next three days. However, after two days, the intensity of rain in the atmosphere will gradually decrease. According to the information given by the Meteorological Department, rain will be seen in the whole of Gujarat from tomorrow i.e. from Saturday.

Along with this, according to the weather models, there are chances of good rain in the areas of Bhanwad, Upleta, Ranawav, Dhoraji, Jetpur, Porbandar, Jetpur, Gondal and Kalavada in the next few hours.

According to the rainfall information received, Porbandar has received four inches of rain in the last four hours. Heavy rains are falling in many areas of Ahmedabad city of the state and it is predicted that rain will start gradually in the remaining areas of Saurashtra as well.

Meteorological department’s forecast for today (July 7).

According to the forecast made by the Meteorological Department, orange alert has been issued due to heavy rainfall on 7th today in several districts, including areas of Valsad, Navsari, Daman, Surat, Porbandar, Porbandar, Devbhumi Dwarka and Junagadh districts.

Apart from this, yellow alert has been issued in some districts of the state today due to heavy rains including areas of Kutch, Banaskantha, Patan, Sabarkantha, Aravalli, Amreli, Gir Somnath, Rajkot, Bhavnagar, Morbi, Jamnagar, Ahmedabad, Bharuch, Narmada, Tapi and Dang districts. Included.

Meteorological department’s forecast for tomorrow (July 8)

Apart from this, the Meteorological Department has issued a red alert in the areas of Gir Somnath and Junagadh districts of the state due to heavy to heavy rain tomorrow i.e. 8th.

Apart from this, orange alert has been given in the areas of Devbhumi Dwarka, Porbandar, Amreli, Rajkot, Botad, Surendranagar, Morbi, Daman, Valsad, Navsari and Surat districts of the state due to heavy rainfall. Also yellow alert has been given in the areas of Anand, Bhavnagar, Jamnagar, Dang, Tapi, Anand, Vadodara, Narmada and Bharuch districts.

July 9 Forecast of Meteorological Department

Apart from this, the Meteorological Department has issued a yellow alert in these districts as there is going to be heavy rain in Kutch, Patan and Banaskantha on 9th.

According to the prediction made by Ambalal Patel, our well-known weather forecaster along with the Meteorological Department, from 7th i.e. from today to 12th July, heavy to very heavy rain is expected in many areas of North Gujarat, South Gujarat and Central Gujarat.

Ambalal Patel said in his forecast that more than 15 inches of rain has been predicted in Surat, Navsari, Valsad and Dang, and apart from this, 8 inches of rain is also expected in Banaskantha district. So, four inches of rain is expected in other parts of the state including Mehsana, Patan, Anand and Vadodara districts. Thus, due to this heavy rain forecast of Ambalal, be prepared for heavy inundation of rivers and canals in some parts of the state.