આશ્લેષા નક્ષત્રમાં હવામાન વિભાગની આગાહી; આજે અને કાલે આ જિલ્લામાં ભારે વરસાદ – IMD heavy rain forecast in Ashlesha Nakshatra

આશ્લેષા નક્ષત્રમાં હવામાન વિભાગની આગાહી; આજે અને કાલે આ જિલ્લામાં ભારે વરસાદ – IMD heavy rain forecast in Ashlesha Nakshatra

આવતી કાલથી વરસાદનું નવું નક્ષત્ર આશ્લેષા નક્ષત્ર શરૂ થવાનું છે અને તેની સાથોસાથ થોડાક દિવસો વરસાદનું જોર પણ વધવાનું છે. જોકે ગઈ કાલે રાજ્યમાં વરસાદનો ઘટાડો થયો છે. ગઈ કાલના (1 ઓગસ્ટના) વરસાદના આંકડા જોઈએ તો, પંચમહાલ જિલ્લાના મોરવા હડાફમાં 37 મીમી અને શહેરામાં 23 મીમી વરસાદ તો ડાંગ જિલ્લાના સુબિરમાં 31 મીમી, વઘઈમાં 5 મીમી અ‍ને આહવામાં 15 મીમી વરસાદ નોંધાયો હતો.

વલસાડ જિલ્લાના કપરાડામાં 26 મીમી, વલસાડ શહેરમાં 8 મીમી, ધરમપુરમાં 6 મીમી અને પારડીમાં 5 મીમી વરસાદ તો મહિસાગર જિલ્લાના સંંતરામપુરમાં 13 મીમી અને લુણાવાડામાં 24 મીમી એટલે કે 2 ઈંચ આસપાસ વરસાદ નોંધાયો હતો. તેમજ સુરત જિલ્લાના ઉમરપાડામાં 17 મીમી, ઓલપાડમાં 8 મીમી, માંડવીમાં 8 મીમી, માંગરોળમાં 7 મીમી, કામરેજમાં 7 મીમી અને સુરત શહેરમાં પણ 5 મીમી વરસાદ પડ્યો હતો.

આ સિવાય ગાંધીનગર જિલ્લાના કલોલમાં 16 મીમી, ગાંધીનગર શહેરમાં અને દહેગામમાં 9 મીમી વરસાદ તો દાહોદ જિલ્લાના ગરબાડામાં 6 મીમી, દાહોદ શહેરમાં 16 મીમી, જાલોદમાં 8 મીમી, લિમખેડામાં 8 મીમી, સિંગવડમાં 16 મીમી, ફતેહપુરામાં 13 મીમી અને સેંજળીમાં 5 મીમી વરસાદ થયો હતો તથા નવસારી જિલ્લાના વાસંદામાં 7 મીમી, ગણદેવીમાં 15 મીમી, ચીખલીમાં 12 મીમી અને ખેરગામમાં 15 મીમી વરસાદ તો નર્મદા જિલ્લાના નાંદોદમાં 15 મીમી, ડેડિયાપાડામાં 15 મીમી, સાગબરામાં 13 મીમી અને ગરુડેશ્વરમાં 7 મીમી વરસાદ થયો હતો.

આ પણ વાંચો: ફરી વરસાદનું જોર વધશે; આવતી કાલથી આ જિલ્લામાં થશે ભારે વરસાદ

આ સિવાય ખેડા જિલ્લાના મહેમદાવાદમાં 14 મીમી, મહુધામાં 12 મીમી, ગલતેશ્વરમાં 8 મીમી અને કપડવંજમાં 5 મીમી વરસાદ તો તાપી જિલ્લાના કુકરમુંડામાં 12 મીમી, દોલવણમાં 10 મીમી અને નિજેરમાં 6 મીમી વરસાદ તો ભરુચ જિલ્લાના વળીયામાં 11 મીમી અને નેત્રંગમાં 7 મીમી વરસાદ થયો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં 8 મીમી અને વેરાવળમાં 5 મીમી વરસાદ થયો હતો. આ સિવાય અમદાવાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, જુનાગઢ અને ભાવનગર જિલ્લાના અમુક વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગની આગાહી

હવામાન ખાતા દ્વારા ગઈ કાલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી હતી તેમાં આજે ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર મુજબ હવે આજે અને આવતી કાલે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે એવી શક્યતાઓ હોવાથી હવામાન ખાતા દ્વારા અહીં યલો એલર્ટ જારી આપવામાં આવ્યું છે.

હવમાન ખાતાની આગાહી મુજબ આજે અને કાલે દમણ અને દાદારાનગર હવેલી તથા વલસાડ, તાપી, નવસારી અને ડાંગ જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે તે માટે અહીં ચેતવણી આપવામાં આવી છે. બાકી, ગુજરાતના અન્ય વિસ્તારોમાં કોઈ આગાહી કરવામાં આવી નથી.

હવામાન કેન્દ્ર, અમદાવાદની આજની (2 ઓગસ્ટની) આગાહી

ગુજરાતના સ્થાનિક હવામાન કેન્દ્ર, અમદાવાદની આજની (2જી ઓગસ્ટની) આગાહી પ્રમાણે, જામનગર, બોટાદ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, કચ્છ, ભાવનગર, મોરબી, અમરેલી, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જુનાગઢ, પોરબંદર અને દીવના કેટલાક સ્થળોએ તો વડોદરા, બનાસકાંઠા, સુરત, ગાંધીનગર, સાબરકાંઠા, વલસાડ, પંચમહાલ, દાહોદ, નવસારી, દાદરા નગર હવેલી, છોટાઉદેપુર, ભરૂચ, તાપી, ડાંગ,  નર્મદા, પાટણ, દમણ, મહિસાગર, ખેડા, અરવલ્લી અને અમદાવાદના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ થશે જેની સંભાવના 51% થી 75%ની છે તેવું જણાવવામાં આવ્યું છે.

હવામાન કેન્દ્ર, અમદાવાદની આવતી કાલની (3જી ઓગષ્ટની) આગાહી

રાજ્યમાં 3જી ઓગસ્ટના રોજ રાજકોટ, દમણ, બોટાદ, પોરબંદર, અમદાવાદ, કચ્છ, પાટણ, વલસાડ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, ખેડા, અરવલ્લી, છોટાઉદેપુર, ભરૂચ, જામનગર, નવસારી, દાદરા નગર હવેલી, પંચમહાલ, વડોદરા, દાહોદ, સાબરકાંઠા, આણંદ,  ભાવનગર, નર્મદા, સુરત, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર, તાપી, ગીર સોમનાથ, નવસારી, દીવ અને ડાંગના કેટલાક સ્થળોએ વરસાદ થશે જેની શક્યતાઓ 26થી 50% ની છે.

 4 તથા 5 ઓગષ્ટની હવામાન કેન્દ્રની આગાહી

4 અને 5 ઓગસ્ટની આગાહીમાં વડોદરા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, નવસારી, દાદરા નગર હવેલી, અમદાવાદ, છોટાઉદેપુર, બનાસકાંઠા, સુરત, ગાંધીનગર, નર્મદા, પાટણ, દમણ, મહિસાગર, ભરૂચ, તાપી, અરવલ્લી, ડાંગ, ખેડા અને વલસાડના ઘણા બધા વિસ્તારો અને સૌરાષ્ટ્ર અને તેની આસપાસના વિસ્તારો જેમકે, જામનગર, બોટાદ, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, અમરેલી, દેવભૂમિ દ્વારકા, દીવ અને કચ્છના કેટલાક સ્થળોએ વરસાદ થશે એમ હવામાન કેન્દ્ર દ્વારા કહેવામાં આવ્યું છે.

હવામાન કેન્દ્રની 6 ઓગષ્ટની આગાહી

હવામાન કેન્દ્રના અનુમાન પ્રમાણે 6 ઓગસ્ટના દિવસે દીવ અને સૌરાષ્ટ્રના પોરબંદર, અમરેલી, જામનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, બોટાદ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબીના કેટલાક સ્થળો ઉપરાંત, ડાંગ, છોટાઉદેપુર, આણંદ, તાપી, અરવલ્લી, વલસાડ, ભરૂચ, ખેડા, નર્મદા, દાદરા નગર હવેલી, નવસારી, મહેસાણા, વડોદરા, અમદાવાદ, દમણ, સાબરકાંઠા, સુરત, ગાંધીનગર, પંચમહાલ, મહિસાગર, બનાસકાંઠા અને પાટણના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ થાય એવું અનુમાન છે.

હવામાન કેન્દ્ર, અમદાવાદની 7 અને 8 ઓગષ્ટની આગાહી

સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર ઉપરાંત દીવ, ડાંગ, નવસારી, વડોદરા, મહિસાગર, છોટાઉદેપુર, તાપી, અરવલ્લી, વલસાડ, દાદરા નગર હવેલી, ભરૂચ, નર્મદા, સાબરકાંઠા, સુરત, દાહોદ અને દમણમાં 7 ઓગસ્ટે કેટલાક વિસ્તારોમાં તથા 8 ઓગસ્ટે છુટા છવાયા સ્થળોએ વરસાદ થાય એવું અનુમાન હવામાન કેન્દ્ર, અમદાવાદ દ્વારા લગાવવામાં આવ્યું છે.

હવામાનની વધારે માહિતી માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

IMD Forecast in Ashlesha Nakshatra; Heavy rain in this district today and tomorrow

Ashlesha Nakshatra is going to start a new rainy constellation from tomorrow and along with it the intensity of rain is also going to increase for a few days. However, the rainfall has reduced in the state yesterday. Looking at yesterday’s (August 1) rainfall figures, Morwa Hadaf of Panchmahal district received 37 mm of rain and Shehra 23 mm, while Subir of Dang district received 31 mm of rain, Waghai 5 mm and Ahwa 15 mm of rain.

26 mm in Kaprada of Valsad district, 8 mm in Valsad town, 6 mm in Dharampur and 5 mm in Pardi, 13 mm in Santarampur of Mahisagar district and 24 mm i.e. around 2 inches in Lunawada. Also, 17 mm rain fell in Umarpada, 8 mm in Allpad, 8 mm in Mandvi, 7 mm in Mangrol, 7 mm in Kamraj and 5 mm in Surat city as well.

Apart from this, 16 mm in Kalol of Gandhinagar district, 9 mm in Gandhinagar town and Dehgam, 6 mm in Garbada of Dahod district, 16 mm in Dahod town, 8 mm in Jalod, 8 mm in Limkheda, 16 mm in Singhwad, 13 mm in Fatehpura and 5 mm in Senjali and Vasanda of Navsari district received 7 mm, Gandevi 15 mm, Chikhli 12 mm and Khergam 15 mm while Nandod of Narmada district received 15 mm, Dediapada 15 mm, Sagabara 13 mm and Garudeshwar 7 mm.

Apart from this, 14 mm in Mehmedabad of Kheda district, 12 mm in Mahudha, 8 mm in Galteshwar and 5 mm in Kapdwanj, 12 mm in Kukarmunda of Tapi district, 10 mm in Dolwan and 6 mm in Niger, 11 mm in Bharuch district and 7 mm in Netrang. Apart from this, Talala and Veraval of Saurashtra’s Gir Somnath district received 8 mm of rain and 5 mm of rain. Apart from this, some areas of Ahmedabad, Mehsana, Surendranagar, Banaskantha, Junagadh and Bhavnagar districts also received rain.

Meteorological department forecast

The meteorological department has revised its forecast of heavy rain in some districts of North Gujarat and Central Gujarat yesterday. According to this change, there is a possibility of heavy rain in some areas of South Gujarat today and tomorrow, the Meteorological Department has issued a yellow alert here.

As per the forecast of the Meteorological Department, a warning has been issued for normal to heavy rains in Daman and Dadaranagar Haveli and Valsad, Tapi, Navsari and Dang districts today and tomorrow. Else, no forecast has been made in other areas of Gujarat.

Today’s (August 2) forecast of Weather Centre, Ahmedabad

According to the local weather forecast of Gujarat, Ahmedabad today (2nd August), Jamnagar, Botad, Gir Somnath, Surendranagar, Kutch, Bhavnagar, Morbi, Amreli, Devbhumi Dwarka, Rajkot, Junagadh, Porbandar and some places of Diu, Vadodara, Banaskantha, Surat, Many areas of Gandhinagar, Sabarkantha, Valsad, Panchmahal, Dahod, Navsari, Dadra Nagar Haveli, Chotaudepur, Bharuch, Tapi, Dang, Narmada, Patan, Daman, Mahisagar, Kheda, Aravalli and Ahmedabad will receive rain with a probability of 51% to 75%. It has been stated that

Tomorrow’s (3rd August) Forecast of Weather Centre, Ahmedabad

Rajkot, Daman, Botad, Porbandar, Ahmedabad, Kutch, Patan, Valsad, Banaskantha, Mehsana, Gandhinagar, Mahisagar, Kheda, Aravalli, Chotaudepur, Bharuch, Jamnagar, Navsari, Dadra Nagar Haveli, Panchmahal, Vadodara, Dahod, on 3rd August in the state. Some places of Sabarkantha, Anand, Bhavnagar, Narmada, Surat, Junagadh, Devbhoomi Dwarka, Amreli, Morbi, Surendranagar, Tapi, Gir Somnath, Navsari, Diu and Dang will receive rain with a chance of 26 to 50%.

Meteorological center forecast for 4th and 5th August

Vadodara, Sabarkantha, Panchmahal, Dahod, Navsari, Dadra Nagar Haveli, Ahmedabad, Chotaudepur, Banaskantha, Surat, Gandhinagar, Narmada, Patan, Daman, Mahisagar, Bharuch, Tapi, Aravalli, Dang, Kheda and many more in Valsad in the forecast for August 4 and 5. Areas and Saurashtra and its surrounding areas such as Jamnagar, Botad, Bhavnagar, Morbi, Gir Somnath, Surendranagar, Rajkot, Junagadh, Porbandar, Amreli, Devbhoomi Dwarka, Diu and Kutch have been told by the Meteorological Centre.

Meteorological Center’s forecast for August 6

According to the forecast of August 6, Porbandar, Amreli, Jamnagar, Gir Somnath, Surendranagar, Rajkot, Junagadh, Botad, Bhavnagar, Devbhoomi, Dwarka and some places in Morbi, Dang, Chotaudepur, Anand, Tapi, Aravalli, Valsad, Bharuch in Diu and Saurashtra on August 6. , Kheda, Narmada, Dadra Nagar Haveli, Navsari, Mehsana, Vadodara, Ahmedabad, Daman, Sabarkantha, Surat, Gandhinagar, Panchmahal, Mahisagar, Banaskantha and many areas of Patan are forecast to receive rain.

Meteorological Centre, Ahmedabad forecast for 7th and 8th August

In addition to Amreli, Gir Somnath and Bhavnagar in Saurashtra, Diu, Dang, Navsari, Vadodara, Mahisagar, Chhotaudepur, Tapi, Aravalli, Valsad, Dadra Nagar Haveli, Bharuch, Narmada, Sabarkantha, Surat, Dahod and Daman were scattered in some areas on August 7 and on August 8. Meteorological Centre, Ahmedabad has predicted rain at places.

Leave a comment