આગામી 3 દિવસ મેઘતાંડવ, 7થી 9 જુલાઈમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી (Heavy rain) – Hello world

આગામી 3 દિવસ મેઘતાંડવ, 7થી 9 જુલાઈમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી – Hello world 

રાજ્યમાં વરસાદનાં નવા રાઉન્ડની શરૂઆત મધ્ય પૂર્વ ગુજરાતથી થઈ ગઈ છે. ગઈ કાલથી જ પૂર્વ ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ ચાલુ થઈ ગયો છે.

હવામાન ખાતાની આગાહી

રાજ્યમાં પાંચ દિવસ માટે સાર્વત્રિક (મોટા ભાગના વિસ્તારોમાં) વરસાદ થવાની શક્યતા રહેલી છે. આ સાથોસાથ પાંચ દિવસના સમયગાળામાં રાજ્યના કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે તે માટે તેવા સ્થળોને એલર્ટ કરવામાં આવ્યા છે. હવામાન ખાતાની આગાહિમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં કોઈ કોઈ જગ્યાએ ભારે વરસાદ પડાવનો છે. આ સાથે વધુમાં હવામાન ખાતાએ જણાવ્યું કે, સર્ક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા ઉભી થઈ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘતાંડવ; અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી Meteorological department’s big forecast

હવામાન વિભાગે જણાવ્યું એ મુજબ, આગામી પાંચ દિવસ ગુજરાતના તમામ જિલ્લામાં (બધા વિસ્તારો) વરસાદ થવાનો છે. તેમજ આ સમયગાળા દરમિયાન અમદાવાદમાં પણ ભારે વરસાદ થવાનો છે. રાજ્યમાં 7 જુલાઈ અને 8 જુલાઈ દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાનો છે. જેના લીધે આ કેટલાક વિસ્તારોમાં વરસાદને લઈને ઓરેન્જ ચેતવણી આપવામાં આવી છે. આ સાથે માછીમારોએ દરિયામાં ન જવા માટેની સૂચના પણ આપવામાં આવી છે.

આવતી કાલ (7 તારીખ) ની આગાહી

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીમાં કેટલાક જિલ્લાઓમાં આવતીકાલે 7 તારીખમાં ભારે થી અતિભારે વરસાદ પડવાનો હોવાથી રેડ એલર્ટ (લાલ ચેતવણી) આપવામાં આવ્યું છે, જેમાં આંણદ, અમરેલી અને ભાવનગર જિલ્લાના વિસ્તારોનો સમાવેશ થાય છે.

આ સિવાય પણ આવતી કાલે ભારે વરસાદના કારણે રજ્યના કેટલાક જિલ્લાઓમાં ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું જેમાં, સુરત, નવસારી, ભરૂચ, સુરેન્દ્રનગર, બોટાડ અને વલસાડ જિલ્લના વિસ્તારોનો સમાવેશ થાય છે.

હવામાન વિભાગની 8 તારીખની આગાહી

આ ઉપરાંત હવામાન ખાતાએ પરમ દિવસે એટલે કે 8 તારીખમાં ભારે થી અતિભારે વરસાદ પડવાનો હોવાથી રજ્યના જામનગર અને કચ્છ જિલ્લાના વિસ્તારોમાં રેડ એલર્ટ (લાલ ચેતવણી) અપાણી છે. આ સિવાય અતિભારે વરસાદ પડવાનો હોવાથી રાજ્યના દેવભુમિ દ્વારકા, પોરબંદર, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લાના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તેમજ નવસારી, વલસાડ, ભરૂચ, સુરત, દમણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, મોરબી અને રાજકોટ જિલ્લાના વિસ્તારોમાં પીળી ચેતવણી (યલો એલર્ટ) આપવામાં આવી‌ છે.

હવામાન વિભાગે પોતાની આગાહી કરીને જણાવ્યું કે ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધવાનું છે. આ સાથે સાથે રાજ્યમાં પાંચ દિવસ માટે સાર્વત્રિક (મોટા ભાગના વિસ્તારોમાં) વરસાદ થવાની શક્યતા રહેલી છે.

અશોકભાઈ પટેલની આગાહી

તો બીજી બાજુ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તારીખ 6 થી 12 જુલાઈ સુધીની આગાહી કરતાં જણાવેલ કે સૌરાષ્ટ્ર-ગુજરાત-કચ્છમાં આગાહી સમયગાળામાં વરસાદના નવા રાઉન્ડમાં સારો વરસાદ પડે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી 36 કલાક ગુજરાત માટે ભારે Heavy rain forecast for Gujarat for next 36 hours

અશોકભાઈ પટેલ કરેલી આગાહીમાં, 6થી 12 જુલાઈ સુધી ગુજરાતના 30% વિસ્તારોમાં 1.5 ઈંચ વરસાદ પડી શકે છે. તથા ગુજરાતના 40% વિસ્તારોમાં 1.5 થી 3 ઈંચ વરસાદ તેમજ ગુજરાતના બાકી રહેતા 30% ટકા વિસ્તારમાં 3 થી 5 ઈંચ વરસાદ પડી શકે છે.

ઘણા વિસ્તારોમાં એકથી વધુ વરસાદના રાઉન્ડની શકયતા છે. તેમજ અતિભારે વરસાદના વિસ્તારોમાં 6થી 12 જુલાઈ સુધીમાં 8 ઈંચથી પણ વધુ વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ગયા છેલ્લા 24 કલાકમાં 173 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં સૌથી વધુ ખંભાત અને અમદાવાદ શહેરમાં 5 ઈંચ વરસાદ તો નડિયાદમાં 4.5 ઈંચ અને જલાલપોરમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. આ સિવાય રાજ્યના 41 તાલુકામાં 1થી 2 ઈંચ વરસાદ પડ્યો છે.

આજ સવાર સુધીમાં દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. આ સાથે જ આજે મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાત સાથે સાથે ધીમે ધીમે ઉત્તર પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ જશે.

આવી વધારે માહિતી માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

A new round of rains in the state has started from Central East Gujarat. Good rains have started in many areas of East Gujarat since yesterday.

Weather forecast

The state is likely to receive widespread (over most areas) rain for five days. Along with this, some places in the state have been alerted for heavy to very heavy rains in a period of five days. In the forecast of the Meteorological Department, there is heavy rain in some places in the areas of Saurashtra and Kutch. Along with this, the Meteorological Department said that due to the circulation, the possibility of rain has arisen in South Gujarat.

According to the Meteorological Department, there is going to be rain in all the districts (all areas) of Gujarat for the next five days. Also during this period there is going to be heavy rain in Ahmedabad. Heavy rain is expected in some districts during July 7 and July 8 in the state. Due to which an orange warning has been given regarding rain in some areas. Along with this, fishermen have also been advised not to go into the sea.

Forecast for tomorrow (7th).

In the forecast made by the Meteorological Department, a red alert has been issued for heavy to very heavy rains in some districts, including Anand, Amreli and Bhavnagar districts, tomorrow on the 7th.

Apart from this, orange alert has been issued in several districts of the state including Surat, Navsari, Bharuch, Surendranagar, Botad and Valsad districts due to heavy rain tomorrow.

Meteorological department forecast on 8th

Apart from this, the Meteorological Department has issued a red alert in the areas of Jamnagar and Kutch districts of the state due to heavy to heavy rainfall on the 8th. Apart from this, orange alert has been given in the areas of Devbhumi Dwarka, Porbandar, Banaskantha, Patan and Sabarkantha districts of the state due to heavy rainfall. Also, yellow alert has been given in the areas of Navsari, Valsad, Bharuch, Surat, Daman, Surendranagar, Ahmedabad, Vadodara, Morbi and Rajkot districts.

The Meteorological Department has given its forecast and said that the intensity of rain is going to increase in Gujarat from today. Along with this, there is a possibility of universal (over most areas) rains in the state for five days.

Prediction of Ashokbhai Patel

On the other hand, Weather Analyst Mr. Ashokbhai Patel has predicted from July 6 to 12 that Saurashtra-Gujarat-Kutch is likely to receive good rain in the new round of rains during the forecast period.

According to Ashokbhai Patel’s forecast, 30% of Gujarat’s areas may receive 1.5 inches of rain from July 6 to 12. And 1.5 to 3 inches of rain may fall in 40% areas of Gujarat and 3 to 5 inches of rain in remaining 30% of Gujarat.

More than one round of rain is possible in many areas. Also, heavy rainfall areas may receive more than 8 inches of rain from July 6 to 12.

173 talukas have received rain in the last 24 hours in Gujarat, with the highest rainfall in Khambhat and Ahmedabad cities receiving 5 inches, Nadiad 4.5 inches and Jalalpore 4 inches. Apart from this, 1 to 2 inches of rain has fallen in 41 talukas of the state.

Rain has also started in some areas of South Gujarat by this morning. Along with this, today along with Central East Gujarat and South Gujarat, rains will also start gradually in the areas of North East Gujarat, Saurashtra and Kutch.

3 thoughts on “આગામી 3 દિવસ મેઘતાંડવ, 7થી 9 જુલાઈમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી (Heavy rain) – Hello world”

Leave a comment