ફરી વરસાદનું જોર વધશે; આવતી કાલથી આ જિલ્લામાં થશે ભારે વરસાદ – Heavy rain will increase again tomorrow

ફરી વરસાદનું જોર વધશે; આવતી કાલથી આ જિલ્લામાં થશે ભારે વરસાદ – Heavy rain will increase again tomorrow

અત્યાર સુધી રાજ્યમાં વરસાદના ત્રણ રાઉન્ડ પુરા થઈ ગયા હોવા છતાં પણ હજુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ હળવો, મધ્યમ વરસાદ થઈ રહ્યો છે. કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવા છતાં પણ એકાદ અઠવાડિયામાં રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જેમાં ગઈ કાલે પણ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થઈ રહ્યો છે. ગઈ કાલના (31 જુલાઈના) વરસાદના આંકડા જોઈએ તો, મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં 7 મીમી, સંંતરામપુરમાં 28 મીમી અને લુનાવાડામાં 65 મીમી એટલે કે 2.5 આસપાસ વરસાદ નોંધાયો હતો.

આ સિવાય બનાસકાંઠા જિલ્લાના દાંતામાં 48 મીમી, અમીરગઢમાં 39 મીમી, ભાભરમાં 16 મીમી, ડિસામાં 13 મીમી, વડગામ અને દાંતીવાડામાં 11 મીમી, કાંકરેજમાં 8 મીમી અને પાલનપુરમાં 6 મીમી વરસાદ નોંધાયો હતો. તેમજ આણંદ જિલ્લાના અંકલવમાં 31 મીમી, આણંદ શહેરમાં 8 મીમી, ઉમરેઠમાં 10 મીમી, બોરસદમાં 9 મીમી, પેટલાદમાં 6 મીમી અને તારાપુરમાં 5 મીમી વરસાદ તથા સાબરકાંઠાના પોસિણામાં 29 મીમી વરસાદ તો ખેડા જિલ્લાના નડિયાદમાં 25 મીમી, મહેમદાવાદમાં 10 મીમી, કથાલાલમાં 10 મીમી, ગળતેશ્વરમાં 11 મીમી, વસોમાં 6 મીમી અને માતરમાં 5 મીમી વરસાદ થયો હતો.

ડાંગ જિલ્લાના સુબિરમાં 26 મીમી, વઘઈમાં 12 મીમી અ‍ને આહવામાં 25 મીમી વરસાદ તો વલસાડ જિલ્લાના કપરાડામાં 24 મીમી, વલસાડ શહેરમાં 15 મીમી, ધરમપુરમાં 18 મીમી અને પારડીમાં 7 મીમી, વાપીમાં 6 મીમી અને ઉમરગામમાં 5 મીમી વરસાદ થયો હતો. તો સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લાના મેંદરડામાં 17 મીમી, વિસાવદરમાં 12 મીમી અને માળિયા હાટીનામાં 9 મીમી વરસાદ તો નવસારી જિલ્લાના નવસારી શહેરમાં 13 મીમી, જલાનપોરમાં 10 મીમી, વાસંદામાં 13 મીમી, ગણદેવીમાં 11 મીમી, ચીખલીમાં 17 મીમી અને ખેરગામમાં 5 મીમી વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો: આજથી 6 ઓગસ્ટ સુધીની અપડેટ; જાણો ક્યાં કેવું વાતાવરણ રહેશે?

આ ઉપરાંત દાહોદ જિલ્લાના દેવગઢ બારીયામાં 16 મીમી, ગરબાડામાં 15 મીમી, દાહોદ શહેરમાં 14 મીમી, જાલોદમાં 13 મીમી, લિમખેડામાં 11 મીમી, સિંગવડમાં 11 મીમી અને ધાનપુરમાં 7 મીમી વરસાદ તો તાપી જિલ્લાના ડોલવણમાં 13 મીમી વરસાદ નોંધાયો હતો. આ સિવાય પણ પંચમહાલ, અરવલ્લી, ગીર સોમનાથ, મોરબી મહિસાગર, જામનગર, સુરત અને અમદાવાદ જિલ્લાના અમુક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો હતો.

હવામાન વિભાગની આગાહી

હવામાન ખાતા દ્વારા ગઈ કાલે વરસાદને લઈને કોઈ આગાહી કરવામાં આવી ન હતી, પરંતુ આજે હવામાન આજે અને આગામી બે દિવસ માટે રાજ્યના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન ખાતાની આજની તા. 1લી ઓગસ્ટની આગાહી અનુસાર, બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે તેના માટે અહીં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

તો આવતી કાલે 2જી ઓગસ્ટે વરસાદના વિસ્તારોમાં થોડો વધારો થઈ શકે છે અને પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મહિસાગર, દાહોદ અને બનાસકાંઠા જિલ્લામાં મધ્યમથી ભારે તો 3જી ઓગસ્ટે આણંદ, વડોદરા, અરવલ્લી, મહિસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદ પડી શકે એવી આગાહી ભારતીય હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

હવામાન કેન્દ્ર, અમદાવાદની આજની (1 ઓગસ્ટની) આગાહી

ગુજરાતના સ્થાનિક હવામાન કેન્દ્ર, અમદાવાદની આજની (1લી ઓગસ્ટની) આગાહી પ્રમાણે, સુરેન્દ્રનગર, કચ્છ, ભાવનગર, રાજકોટ, જામનગર, બોટાદ, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, મોરબી, અમરેલી, દેવભૂમિ દ્વારકા અને દીવના કેટલાક સ્થળોએ તો નવસારી, દાદરા નગર હવેલી, છોટાઉદેપુર, ભરૂચ, વડોદરા, બનાસકાંઠા, સુરત, તાપી, ડાંગ, ગાંધીનગર, સાબરકાંઠા, વલસાડ, પંચમહાલ, દાહોદ, નર્મદા, અમદાવાદ, પાટણ, દમણ, મહિસાગર, ખેડા અને અરવલ્લીના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ થાય તેની સંભાવના 51% થી 75%ની છે.

હવામાન કેન્દ્ર, અમદાવાદની આવતી કાલની (2જી ઓગષ્ટની) આગાહી

રાજ્યમાં 2જી ઓગસ્ટના રોજ બોટાદ, પોરબંદર, અમદાવાદ, કચ્છ, પાટણ, રાજકોટ, દમણ, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ, વડોદરા, દાહોદ, સાબરકાંઠા, આણંદ, ખેડા, અરવલ્લી, છોટાઉદેપુર, ભરૂચ, જામનગર, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, ડાંગ, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર, નવસારી, દીવ અને જુનાગઢના કેટલાક સ્થળોએ વરસાદ પડે તેવી શક્યતાઓ 26% થી 50% ની છે.

હવામાન કેન્દ્ર, અમદાવાદની 3જી ઓગષ્ટની આગાહી

હવામાન કેન્દ્રની આગાહી પ્રમાણે, 3જી ઓગસ્ટના રોજ અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, જુનાગઢ, બોટાદ, રાજકોટ, દમણ, ભાવનગર, નવસારી, દાદરા નગર હવેલી, પોરબંદર, ગાંધીનગર, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, અમદાવાદ, કચ્છ, સાબરકાંઠા, જામનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, પાટણ, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા, મોરબી, દીવ, નવસારી, મહેસાણા, આણંદ, ખેડા, વડોદરા, દાહોદ, તાપી, ડાંગ અને સુરેન્દ્રનગરના કેટલાક સ્થળોએ વરસાદ પડે તેવી સંભાવના 26% થી 50% ની છે.

હવામાન કેન્દ્ર, અમદાવાદની 4 અને 5 ઓગષ્ટની આગાહી

4 અને 5 ઓગસ્ટની આગાહીમાં ગીર સોમનાથ, જુનાગઢ, નવસારી, ભાવનગર, વલસાડ, પોરબંદર, ભરૂચ, નર્મદા, સુરત, અમરેલી, બોટાદ, રાજકોટ, તાપી, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, સાબરકાંઠા, આણંદ, મહેસાણા, વડોદરા, જામનગર, અરવલ્લી, મહીસાગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, નવસારી, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાના વિસ્તારો તથા દીવ, દાદરા નગર હવેલી અને દમણના ઘણા બધા સ્થળોએ વરસાદ થાય તેવી સંભાવના 51% થી 75%ની છે.

હવામાન કેન્દ્રની 6 ઓગષ્ટની આગાહી

આગામી 6 ઓગસ્ટે ફરી વરસાદના વિસ્તારોમાં ઘટાડો થાય એવી આગાહી હવામાન કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું છે અને હવામાન કેન્દ્રના અનુમાન પ્રમાણે દીવ અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને જુનાગઢના કેટલાક સ્થળો ઉપરાંત, ડાંગ, છોટાઉદેપુર, વલસાડ, દાદરા નગર હવેલી, નવસારી, ભરૂચ, ખેડા, પાટણ, નર્મદા, વડોદરા, અમદાવાદ, દમણ, સુરત, ગાંધીનગર, પંચમહાલ, સાબરકાંઠા, મહિસાગર, આણંદ, તાપી, અરવલ્લી, બનાસકાંઠા અને મહેસાણાના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ થાય એમ હવામાન કેન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

આવી વધારે માહિતી માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Rain will increase again; Heavy rain will occur in this district from tomorrow

Although three rounds of rains have been completed in the state so far, light to moderate rains are still occurring in some parts of the state. Even though no rain system is active, it is raining in some parts of the state for a week or so. In which significant rains are occurring in some areas of North Gujarat and South Gujarat even yesterday. Looking at yesterday’s (July 31) rainfall figures, Balasinore in Mahisagar district received 7 mm, Santarampur 28 mm and Lunawada 65 mm i.e. around 2.5.

Apart from this, Danta of Banaskantha district received 48 mm, Amirgarh 39 mm, Bhabhar 16 mm, Disa 13 mm, Vadgam and Dantiwada 11 mm, Kankerage 8 mm and Palanpur 6 mm. Also, 31 mm rain in Anand district, 8 mm in Anand town, 10 mm in Umreth, 9 mm in Borsad, 6 mm in Petlad and 5 mm in Tarapur and 29 mm rain in Posina of Sabarkantha, 25 mm in Nadiad of Kheda district, 10 mm in Mehmedabad, 10 mm in Kathalal, 10 mm in Galateshwar. 11 mm, 6 mm in Vaso and 5 mm in Matar.

Subir of Dang district received 26 mm, Waghai 12 mm and Ahawa 25 mm while Kaprada of Valsad district received 24 mm, Valsad town 15 mm, Dharampur 18 mm and Pardi 7 mm, Vapi 6 mm and Umargam 5 mm. In Saurashtra, 17 mm of rain was recorded in Mendara, 12 mm in Visavdar and 9 mm in Malia Hatina in Junagadh district, 13 mm in Navsari town of Navsari district, 10 mm in Jalanpore, 13 mm in Wasanda, 11 mm in Gandevi, 17 mm in Chikhli and 5 mm in Khergam.

Apart from this, 16 mm of rain was recorded in Devgarh Baria of Dahod district, 15 mm in Garbada, 14 mm in Dahod town, 13 mm in Jalod, 11 mm in Limkheda, 11 mm in Singhwad and 7 mm in Dhanpur and 13 mm in Dolwan of Tapi district. Apart from this, some areas of Panchmahal, Aravalli, Gir Somnath, Morbi Mahisagar, Jamnagar, Surat and Ahmedabad districts received significant rainfall.

Meteorological department forecast

The Meteorological Department did not predict any rain yesterday, but today the weather forecast has predicted moderate to heavy rain in some parts of the state today and for the next two days. The Meteorological Department has predicted heavy rain in some districts of North Gujarat and Central Gujarat. Today’s date of weather department. As per August 1st forecast, Yellow Alert has been issued here for moderate to heavy rainfall in Banaskantha, Aravalli and Sabarkantha districts.

So tomorrow on 2nd August there may be a slight increase in rainfall areas and moderate to heavy rain in Patan, Mehsana, Sabarkantha, Mahisagar, Dahod and Banaskantha districts and on 3rd August in Anand, Vadodara, Aravalli, Mahisagar, Dahod and Panchmahal districts as well. It has been done by Indian Meteorological Department.

Today’s (August 1) forecast of Weather Centre, Ahmedabad

As per today’s (1st August) forecast of Gujarat Local Weather Centre, Ahmedabad, Surendranagar, Kutch, Bhavnagar, Rajkot, Jamnagar, Botad, Gir Somnath, Junagadh, Porbandar, Morbi, Amreli, Devbhoomi Dwarka and some places in Diu Navsari, Dadra Nagar Haveli, 51% to 75% chance of rain over Chotaudepur, Bharuch, Vadodara, Banaskantha, Surat, Tapi, Dang, Gandhinagar, Sabarkantha, Valsad, Panchmahal, Dahod, Narmada, Ahmedabad, Patan, Daman, Mahisagar, Kheda and Aravalli. is

Tomorrow’s (2nd August) Forecast of Weather Centre, Ahmedabad

On 2nd August in the state Botad, Porbandar, Ahmedabad, Kutch, Patan, Rajkot, Daman, Valsad, Navsari, Dadra Nagar Haveli, Banaskantha, Mehsana, Gandhinagar, Mahisagar, Panchmahal, Vadodara, Dahod, Sabarkantha, Anand, Kheda, Aravalli, Chotaudepur, 26% to 50% chance of rain at some places of Bharuch, Jamnagar, Bhavnagar, Narmada, Surat, Tapi, Gir Somnath, Devbhoomi Dwarka, Dang, Amreli, Morbi, Surendranagar, Navsari, Diu and Junagadh.

3rd August Forecast of Weather Centre, Ahmedabad

According to weather center forecast, Amreli, Gir Somnath, Valsad, Junagadh, Botad, Rajkot, Daman, Bhavnagar, Navsari, Dadra Nagar Haveli, Porbandar, Gandhinagar, Chotaudepur, Bharuch, Narmada, Surat, Ahmedabad, Kutch, Sabarkantha, Jamnagar on 3rd August. , Aravalli, Mahisagar, Panchmahal, Patan, Banaskantha, Devbhoomi Dwarka, Morbi, Diu, Navsari, Mehsana, Anand, Kheda, Vadodara, Dahod, Tapi, Dang and some places of Surendranagar have 26% to 50% chance of rain.

4th and 5th August Forecast of Weather Centre, Ahmedabad

In the forecast for August 4 and 5, Gir Somnath, Junagadh, Navsari, Bhavnagar, Valsad, Porbandar, Bharuch, Narmada, Surat, Amreli, Botad, Rajkot, Tapi, Patan, Banaskantha, Gandhinagar, Ahmedabad, Kheda, Sabarkantha, Anand, Mehsana, Vadodara, 51% to 75% chance of rain over Jamnagar, Aravalli, Mahisagar, Devbhoomi Dwarka, Morbi, Navsari, Panchmahal, Dahod, Chotaudepur, Dang, Surendranagar and Kutch districts and many places in Diu, Dadra Nagar Haveli and Daman.

Meteorological Center’s forecast for August 6

The Meteorological Center has predicted a reduction in rainfall areas again on August 6 and as per the forecast of the Meteorological Centre, besides some places of Gir Somnath, Amreli, Bhavnagar and Junagadh in Diu and Saurashtra, Dang, Chotaudepur, Valsad, Dadra Nagar Haveli, Navsari, Bharuch, According to the Meteorological Center, rain will occur in many areas of Kheda, Patan, Narmada, Vadodara, Ahmedabad, Daman, Surat, Gandhinagar, Panchmahal, Sabarkantha, Mahisagar, Anand, Tapi, Aravalli, Banaskantha and Mehsana.

1 thought on “ફરી વરસાદનું જોર વધશે; આવતી કાલથી આ જિલ્લામાં થશે ભારે વરસાદ – Heavy rain will increase again tomorrow”

Leave a comment