સાવધાન/ એલર્ટ; આજે રાત્રે આ જિલ્લામાં વરસાદી આફત, ભારેથી અતિભારે વરસાદ – Alert rain disaster heavy to very heavy rain
રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભુક્કા કાઢી નાખ્યા છે જોકે આ તો હજી શરૂવાત જ છે. જેમાં ગઈ કાલે 20 જુલાઈના રોજ સવારના 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીમાં કેશોદમાં 6.40 ઈંચ, પોરબંદર 6.35 ઈંચ, માંગરોળમાં 5 ઈંચ, ધ્રોલ 4.40 ઈંંચ જામકંડોરણા 4.70 ઈંચ, જામજોધપુરમાં 4.40 ઈંચ, મહુવા, ખંભાળીયા અને માણાવદરમાં 4 ઈંચ વરસાદ ખાબચ્યો છે.
જોકે આ પછી દેવભુમિ દ્રારકા જિલ્લાના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો હતો જેના આંકડા 8-10 ઈંચ સુધીના પણ રહ્યાં હતા. આજે પણ રાજ્યના કેટલાક સ્થળોએ સવારથી જ વરસાદ ચાલુ છે ત્યારે ભારતીય હવામાન ખાતા દ્વારા આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતના સ્થાનિક હવામાન કેન્દ્ર, અમદાવાદ દ્વારા પણ રાજ્યમાં આગામી પાંચ દિવસોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.
ભારતીય હવામાન વિભાગની ગઈ કાલની (20 તારીખની) અપડેટમાં જણાવવામાં આવ્યું હતુ એ મુજબ, આજે એટલે કે 21 તારીખના રોજ દક્ષિણ ગુજરાતમાં આવેલ વલસાડ જિલ્લો ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીના સ્થળોએ ભારેથી અંત્યંત ભારે વરસાદ પડે તેવી શક્યતા હોવાથી ત્યાંના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
આ સિવાય આજે, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જેના લીધે ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે. તો ગુજરાતના અમુક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યુ અને તેમાં બોટાદ, સુરેન્દ્રનગર, આણંદ, વડોદરા, બનાસકાંઠા, સાબરકાંઠા, ભરૂચ, અરવલ્લ્લી તાપી, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ થાય છે.
હવામાન ખાતાની આવતી કાલની એટલે કે 22 જુલાઈની આગાહી પ્રમાણે, રાજ્યમાં ભારેથી અંત્યંત ભારે વરસાદના કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં વલસાડ અને નવસારી જીલ્લાના વિસ્તારો સિવાય દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારોનો સમાવેશ થાય છે.
આ સિવાય પણ આવતી કાલે સૌરાષ્ટ્રના જુનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ તેમજ દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવતા ત્યાં ઓરેંજ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરુચ અને નર્મદા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં મધ્યમથી લઈને ક્યાંક ભારે વરસાદ પણ પડી શકે છે.
હવામાન ખાતાની 23 જુલાઈની આગાહી પ્રમાણે, રાજ્યમાં વરસાદનું જોર ઘટી જાશે અને રાજ્યના થોડાક વિસ્તારોમાં મધ્યમ કે ભારે વરસાદ પડે જેમાં રાજ્યના પાટણ, બનાસકાંંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, અરવલ્લી અને સાબરકાંઠાના વિસ્તારોનો સમાવેશ કર્યો છે. તો 24 જુલાઈએ માત્ર પાટણ, બનાસકાંંઠા, મહેસાણા, અરવલ્લી અને સાબરકાંઠામાં જ મધ્યમથી લઈને ભારે વરસાદ પડે એવી આગાહી કરવામાં આવી છે.
હવામાન કેન્દ્ર, અમદાવાદ દ્વારા 21થી 26 જુલાઈ સુધીની આગાહી કરવામાં આવી છે. આગાહીના આ સમયગાળા દરમિયાન ક્યારેક વરસાદનું જોર વધશે તો ક્યારેક વરસાદનું જોર ઘટશે. હવામાન કેન્દ્ર, અમદાવાદની 21થી 26 જુલાઈ સુધીની વિગતવાર આગાહી નીચે મુજબ છે.
હવામાન કેન્દ્ર, અમદાવાદની 21થી 26 જુલાઈ સુધીની આગાહી
હવામાન કેન્દ્રે આજની 21 તારીખની આગાહી કરતા જણાવ્યું કે, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, પંચમહાલ, દેવભૂમિ દ્વારકા, ખેડા, વડોદરા, દાહોદ, જુનાગઢ, બોટાદ, રાજકોટ, વલસાડ, મોરબી, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, આણંદ, સુરેન્દ્રનગર, દીવ, પોરબંદર, ગાંધીનગર, દાદરા નગર હવેલી, અમદાવાદ, જામનગર, દમણ, ભાવનગર, અમરેલી, નવસારી, કચ્છ અને ગીર સોમનાથના મોટા ભાગમા સ્થળોએ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં વરસાદ પડે એની સંભાવના 76% થી લઈને 100% સુધીની ગણવી.
22 જુલાઈની એટલે આવતી કાલની આગાહીમાં પણ રાજ્યમાં વરસાદી વાતાવરણ યથાવત રહેશે અને રાજ્યના ગાંધીનગર, ગીર સોમનાથ, પાટણ, બનાસકાંઠા, મોરબી, વડોદરા, નવસારી, દાદરા નગર હવેલી, અમદાવાદ, આણંદ, વલસાડ, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, દીવ, દાહોદ, જુનાગઢ, પોરબંદર, નર્મદા, સુરત, તાપી, બોટાદ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, અમરેલી, મહેસાણા, દમણ, કચ્છ, જામનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, સુરેન્દ્રનગર અને સાબરકાંઠાના ઘણા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. આ વરસાદની શક્યતા પણ 76થી 100% સુધીની ગણવાની રહે.
23 જુલાઈએ 22 જુલાઈની સાપેક્ષમાં વરસાદનું જોર ઘટશે એવું હવામાન કેન્દ્રની આગાહીમાં જણાઈ રહ્યું છે અને કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, દીવ, રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, બોટાદ અને પોરબંદરમાં વરસાદ થાય તેની શક્યતા 51 ટકાથી 75 ટકાની છે તેમજ ભરૂચ, ડાંગ, છોટાઉદેપુર, આણંદ, વલસાડ, વડોદરા, નવસારી, ગાંધીનગર, બનાસકાંઠા, અમદાવાદ, દાદરા નગર હવેલી, દાહોદ, નર્મદા, સુરત, તાપી, મહેસાણા, દમણ, અરવલ્લી, મહીસાગર, અને પંચમહાલમાં વરસાદ થાત તેની સંભાવનાઓ 76થી 100% રહે.
આ સિવાય હવામાન કેન્દ્રે 24 તારીખે વરસાદની માત્રામાં વધુ ઘટાડા સાથે અમરેલી, જામનગર, વલસાડ, નવસારી, આણંદ, દાહોદ, મહીસાગર, આણંદ, બનાસકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, તાપી, મોરબી, પંચમહાલ, મહેસાણા, ખેડા, દીવ, કચ્છ, ભાવનગર, છોટાઉદેપુર, વડોદરા, ગાંધીનગર, પાટણ, સાબરકાંઠા, પોરબંદર, રાજકોટ અને અમદાવાદના કેટલાક સ્થળોએ વરસાદની આગાહી કરી છે. જે વરસાદ પડી શકે તેની સંભાવના 51% થી 76% સુધીની રહેવાની.
આ ઉપરાંત 25 અને 26 તારીખના હવામાન કેન્દ્રના પુર્વાનુમાન અનુસાર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, જામનગર, આણંદ, સુરેન્દ્રનગર, સુરત, અમરેલી, રાજકોટ, દીવ, દાહોદ, નવસારી, ગીર સોમનાથ, પોરબંદર, મોરબી, પંચમહાલ, છોટા ઉદેપુર, મહેસાણા, ગાંધીનગર, પાટણ, ખેડા, વલસાડ, વડોદરા, મહીસાગર, કચ્છ, ભાવનગર, અમદાવાદ, બોટાદ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં વરસાદ પડવાની સંભાવાના ઓછી ગણવી.
આવી વધારે માહિતી માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.
A fresh round of rains in the state have washed away areas of Saurashtra, though this is just the beginning. In which from 6 am to 4 pm yesterday on July 20, Keshod received 6.40 inches, Porbandar 6.35 inches, Mangrol 5 inches, Dhrol 4.40 inches, Jamkandorana 4.70 inches, Jamjodhpur 4.40 inches, Mahuwa, Khambhaliya and Manavdar 4 inches.
However, after this there was heavy rain in many areas of Devbhumi Drarka district with the figures reaching up to 8-10 inches. Even today, while it is still raining in some places of the state since morning, the Indian Meteorological Department has predicted heavy rain for the next four days, while the local meteorological center of Gujarat, Ahmedabad has also predicted moderate to heavy rain in the state for the next five days.
As per yesterday’s (20th) update of the Indian Meteorological Department, a red alert has been issued for heavy to very heavy rains in the areas of Daman and Dadra Nagar Haveli besides Valsad district in South Gujarat today i.e. 21st. .
Apart from this, heavy to very heavy rain may occur in Surat, Navsari and Dang districts of south Gujarat and Bhavnagar and Amreli districts of Saurashtra today due to which orange alert has been issued. A yellow alert has been issued in some districts of Gujarat where moderate to heavy rains may occur and includes Botad, Surendranagar, Anand, Vadodara, Banaskantha, Sabarkantha, Bharuch, Aravalli Tapi, Junagadh and Gir Somnath districts.
According to Met department’s forecast for tomorrow i.e. July 22, red alert has been issued due to heavy to extremely heavy rains in the state, which includes areas of Daman and Dadra Nagar Haveli apart from areas of Valsad and Navsari districts.
Apart from this, orange alert has been given as heavy to very heavy rain is predicted in Saurashtra’s Junagadh, Porbandar and Gir Somnath and South Gujarat’s Dang, Tapi and Surat districts tomorrow. Yellow alert has been issued in Rajkot, Amreli, Botad, Bhavnagar, Surendranagar, Ahmedabad, Kheda, Anand, Vadodara, Bharuch and Narmada districts where moderate to heavy rains may occur.
According to the July 23 forecast of the Meteorological Department, the intensity of rain will reduce in the state and moderate to heavy rain will occur in a few areas of the state including Patan, Banaskantha, Mehsana, Surendranagar, Aravalli and Sabarkantha areas of the state. So on July 24 moderate to heavy rain is predicted only in Patan, Banaskantha, Mehsana, Aravalli and Sabarkantha.
21 to 26 July has been forecast by Meteorological Centre, Ahmedabad. During this forecast period, sometimes the intensity of rain will increase and sometimes the intensity of rain will decrease. Following is the detailed forecast of Weather Centre, Ahmedabad from 21st to 26th July.
Meteorological Centre, Ahmedabad forecast from 21st to 26th July
Meteorological Center forecasting today 21st said that Chhotaudepur, Bharuch, Narmada, Surat, Tapi, Dang, Panchmahal, Devbhoomi Dwarka, Kheda, Vadodara, Dahod, Junagadh, Botad, Rajkot, Valsad, Morbi, Patan, Banaskantha, Mehsana, Aravalli , Mahisagar, Sabarkantha, Anand, Surendranagar, Diu, Porbandar, Gandhinagar, Dadra Nagar Haveli, Ahmedabad, Jamnagar, Daman, Bhavnagar, Amreli, Navsari, Kutch and Gir Somnath are forecast to receive rain. The probability of rain in these areas ranges from 76% to 100%.
In the forecast for July 22 i.e. tomorrow, rainy weather will continue in the state and Gandhinagar, Gir Somnath, Patan, Banaskantha, Morbi, Vadodara, Navsari, Dadra Nagar Haveli, Ahmedabad, Anand, Valsad, Chotaudepur, Bharuch, Dang, Diu, Dahod, Junagadh in the state. , Porbandar, Narmada, Surat, Tapi, Botad, Rajkot, Devbhoomi Dwarka, Bhavnagar, Amreli, Mehsana, Daman, Kutch, Jamnagar, Aravalli, Mahisagar, Panchmahal, Surendranagar and Sabarkantha may receive rain at many places. The possibility of this rain should also be counted from 76 to 100%.
According to the forecast of July 23 compared to July 22, the intensity of rain will decrease and the probability of rain in Kutch, Surendranagar, Morbi, Diu, Rajkot, Jamnagar, Junagadh, Amreli, Bhavnagar, Devbhoomi Dwarka, Botad and Porbandar is 51 percent to 75 percent. Bharuch, Dang, Chotaudepur, Anand, Valsad, Vadodara, Navsari, Gandhinagar, Banaskantha, Ahmedabad, Dadra Nagar Haveli, Dahod, Narmada, Surat, Tapi, Mehsana, Daman, Aravalli, Mahisagar, and Panchmahal have a 76 to 100% chance of rain. .
Apart from this, the Meteorological Center has predicted further reduction in rainfall on 24th in Amreli, Jamnagar, Valsad, Navsari, Anand, Dahod, Mahisagar, Anand, Banaskantha, Surat, Surendranagar, Gir Somnath, Botad, Devbhoomi Dwarka, Junagadh, Tapi, Morbi, Panchmahal, Mehsana. , Kheda, Diu, Kutch, Bhavnagar, Chotaudepur, Vadodara, Gandhinagar, Patan, Sabarkantha, Porbandar, Rajkot and some places of Ahmedabad have predicted rain. Chances of precipitation range from 51% to 76%.
Apart from this, according to the meteorological center forecast on 25th and 26th, Devbhoomi Dwarka, Junagadh, Jamnagar, Anand, Surendranagar, Surat, Amreli, Rajkot, Diu, Dahod, Navsari, Gir Somnath, Porbandar, Morbi, Panchmahal, Chota Udepur, Mehsana, Gandhinagar, Patan, Kheda, Valsad, Vadodara, Mahisagar, Kutch, Bhavnagar, Ahmedabad, Botad, Sabarkantha and Banaskantha have low chance of rain.