હવામાન ખાતાની મોટી આગાહી; વરસાદના નવા રાઉન્ડની આગાહી – New round of rain is forecast

હવામાન ખાતાની મોટી આગાહી; વરસાદના નવા રાઉન્ડની આગાહી New round of rain is forecast

આવતી કાલથી વરસાદનું જોર ધીમે ધીમે ઘટતું જવાનુ છે પરંતુ વરસાદ સાવ બંધ થવાનો નથી એટલે આખા રાજ્યમાં વરાપ (તડકો) નહિ થાય પરંતુ થોડાક વિસ્તારમાં વરાપ થવાની છે અને આ વરાપ 17 જુલાઈ સુધી રહેવાની છે. રાજ્યમાં આગામી થોડાક દિવસો છુટા છવાયા અમુક વિસ્તારમાં વરસાદ પડતો હોય તો ક્યારેક તડકો પણ પડતો હોય છે. આમ, રાજ્યમાં સંપૂર્ણ વરસાદી વાતાવરણ નહી રહે ક્યાંક ક્યાંક તડકો પણ પડે તો છુટા છવાયા વિસ્તારમાં વરસાદ પણ ચાલુ થાય એમ છે.

હવામાન વિભાગની આજ (10 જુલાઈ) ની આગાહી

હવામાન વિભાગે પોતાની આજની નવી અપડેટમાં આગાહીમાં જણાવ્યું કે, રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે 10 તારીખમાં અતિભારે વરસાદ પડવાનો હોવાથી ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા અને મહિસાગર જિલ્લાના વિસ્તારોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘતાંડવ; અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી Meteorological department’s big forecast

ઓરેંજ એલર્ટ સિવાય પણ આજે સામાન્યથી ભારે વરસાદના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે જેમાં, કચ્છ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી વલસાડ, બનાસકાંઠા, ખેડા, પંચમહાલ, દાહો,દ સુરત, તાપી, ડાંગ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર અને પાટણ જિલ્લાના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

હવામાન વિભાગની આવતી કાલ (11 જુલાઈ) ની આગાહી

આ ઉપરાંત હવામાન ખાતાએ આવતી કાલે 11 જુલાઈએ સામાન્યથી ભારે વરસાદ પડવાનો હોવાથી રાજ્યના સુરત, અમરેલી, ભરૂચ, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લાના વિસ્તારોમાં યલો એલર્ટ અપાયું છે.

હવામાન વિભાગની 12 જુલાઈ ની આગાહી

આ સિવાય હવામાન ખાતાએ 13 જુલાઈએ સામાન્યથી ભારે વરસાદ પડવાનો હોવાથી રાજ્યના છોટાઉદેપુર, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના વિસ્તારોમાં યલો એલર્ટ અપાયું છે.

હવામાન વિભાગની 14 જુલાઈ ની આગાહી

14 જુલાઈની આગાહી કરતા હવામાન ખાતાએ જણાવ્યું કે, 14 જુલાઈના રોજ સામાન્યથી ભારે વરસાદ પડવાનો હોવાથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં, સુરત, ભાવનગર, અમરેલી, વલસાડ, નવસારી, તાપી તાપી અને નર્મદા જિલ્લાનો સમાવેશ થાય છે.

અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી

જાણિતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં હજી વરસાદ ગયો નથી આવતી 15 જુલાઈથી 23 જુલાઈ દરમિયાન વરસાદની સંભાવનાઓ છે. 15થી 23 જુલાઈ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાંમાં વરસાદની સાથોસાથ ભારે પવન ફુંકાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે.

આ આગાહીના સમયગાળમાં (15થી 23 જુલાઈ સુધીનો સમય) ગુજરાતના કેટલાક સ્થળોએ અતિભારે વરસાદ થાશે તો કેટલાક સ્થળોએ મધ્યમ વરસાદથી ભારે વરસાદ થવાનો છે. આ સમયગાળામાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનો છે તો ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવવાની આગાહી પણ કરવામાં આવી છે.

ગુજરાતમાં ચાલુ ચોમાસાનો કુલ સરેરાશ 43.77% વરસાદ પડી ગયો છે. જેમાં સૌરાષ્ટ્ર ઝોનમાં 63.14%, તો સૌથી વધુ કચ્છ વિસ્તારમાં 112.07% વરસાદ થયો છે, તેમજ ઉત્તર ગુજરાત ઝોનમાં 45.24%, દક્ષિણ ગુજરાત ઝોનમાં 32.36%, પૂર્વ ગુજરાત ઝોનમાં 30.16% સીઝનનો કુલ સરેરાશ વરસાદ પડી ગયો છે.

આવી વધારે માહિતી માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

From tomorrow the intensity of rain will decrease gradually but the rain will not stop completely so there will not be varap (sunshine) in the whole state but there will be varap in few areas and this varap will last till 17th July. In the next few days in the state, there will be scattered rain in some areas and sometimes there will be sunshine. Thus, the state will not have complete rainy weather, even if there is sunshine, it is likely to start raining in isolated areas.

Meteorological department’s forecast for today (July 10).

The Meteorological Department in its new forecast update today said that orange alert has been issued due to heavy rainfall on 10th in some districts of the state, including areas of Aravalli, Sabarkantha, Mehsana and Mahisagar districts.

Apart from orange alert, yellow alert has also been given in some districts of the state due to normal to heavy rain today including, Kutch, Porbandar, Junagadh, Gir Somnath, Navsari Valsad, Banaskantha, Kheda, Panchmahal, Daho, Surat, Tapi, Dang, Morbi, Surendranagar. , areas of Ahmedabad, Gandhinagar and Patan districts have been included.

Met department forecast for tomorrow (July 11).

Apart from this, the Meteorological Department has issued a yellow alert in the areas of Surat, Amreli, Bharuch, Bhavnagar, Navsari and Valsad districts of the state due to normal to heavy rain tomorrow on July 11.

July 12 Forecast of Meteorological Department
Apart from this, the Meteorological Department has issued a yellow alert in Chhotaudepur, Dahod, Gir Somnath, Amreli, Bhavnagar, Surat, Tapi, Dang, Navsari and Valsad districts of the state due to normal to heavy rainfall on July 13.
July 14 Forecast of Meteorological Department

Forecasting July 14, the Meteorological Department said that yellow alert has been given in some districts of the state, including Surat, Bhavnagar, Amreli, Valsad, Navsari, Tapi Tapi and Narmada districts due to normal to heavy rainfall on July 14.

New accurate prediction by Ambalal Patel

Noted meteorologist Ambalal Patel predicted that it has not rained in Gujarat yet, there are chances of rain from July 15 to July 23. From July 15 to 23, most parts of the state are predicted to experience heavy rains along with strong winds.

During this forecast period (from 15th to 23rd July) heavy rain will occur in some places of Gujarat while moderate to heavy rain will occur in some places. In this period, Saurashtra and Kutch areas are expected to receive heavy rains and rivers are also predicted to flood due to heavy rains.

Gujarat has received 43.77% of the total average rainfall of the current monsoon. In which 63.14% has rained in Saurashtra zone, 112.07% in Kutch region, and 45.24% in North Gujarat zone, 32.36% in South Gujarat zone, 30.16% in East Gujarat zone.

1 thought on “હવામાન ખાતાની મોટી આગાહી; વરસાદના નવા રાઉન્ડની આગાહી – New round of rain is forecast”

Leave a comment