અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી 36 કલાક ગુજરાત માટે ભારે – Big forecast by ambalal patel

અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી 36 કલાક ગુજરાત માટે ભારે Big forecast by ambalal patel

રાજ્યમાં હાલ જે વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે તેમાં ભારે વરસાદ થઈ રહ્યો છે અને આજે રાજ્યના 138 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં જામનગર જિલ્લામાં પાંચ ઈંચ વરસાદ તથા ભુજમાં 2.5 ઈંચ વરસાદ તેમજ દ્વારકા અને કલ્યાણપુરમાં 1.5 ઈંચ વરસાદ પડી ગયો છે અને હજુ પણ વરસાદ ચાલુ જ છે.

હવામાન વિભાગની આજ (8 જુલાઈ) ની આગાહી

હવામાન વિભાગે પોતાની આજની નવી આગાહીમાં જણાવ્યું કે, આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે 8 તારીખમાં ભારે થી અતિભારે વરસાદ પડવાનો હોવાથી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં જામનગર, કચ્છ, દેવભુમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાના વિસ્તારોનો સમાવેશ થાય છે.

રેડ એલર્ટ સિવાય પણ આજે અતિભારે વરસાદના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ઓરેંજ એલર્ટ આપવામાં આવ્યું જેમાં, સુરત, પાટણ, મહેસાણા, જુનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા, અને સાબરકાંઠા જિલ્લાના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સિવાય રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે જેમાં પંચમાહાલ, દાહોદ, ભરૂચ, વડોદરા, નવસારી, વલસાડ, તાપી, આણંદ, ખેડા, અરવલ્લી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, રાજકોટ અને મોરબી જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આવતી કાલ (9 જુલાઈ) ની આગાહી

આ ઉપરાંત હવામાન ખાતાએ આવતી કાલે એટલે કે 9 તારીખમાં અતિભારે વરસાદ પડવાનો હોવાથી રાજ્યના બનાસકાંઠા અને મોરબી જિલ્લાના વિસ્તારોમાં ઓરેંજ એલર્ટ (ચેતવણી) અપાયું છે.

આ સિવાય આવતી કાલે રાજ્યના ભારે વરસાદ પડવાના વિસ્તરોમાં મહેસાણા, કચ્છ, પાટણ, જામનગર, સાબરકાંઠા, રાજકોટ, ભરૂચ, નવસારી, વલસાડ અને સુરત જિલ્લાઓનો સમાવેશ થાય છે અને તેમાં યલો એલર્ટ અપાયું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘતાંડવ; અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી Meteorological department’s big forecast

હવામાન વિભાગની 10 જુલાઈ ની આગાહી
આ સિવાય હવામાન વિભાગે 10 તારીખથી વરસાદનું જોર ઘટતું બતાવ્યું છે અને માત્ર રાજ્યના ત્રણ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે અને ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં સાબરકાંઠા, પાટણ અને બનાસકાંઠાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અંબાલાલ પટેલની મોટી આગાહી

હવામાન ખાતાની સાથે જ વરસાદની આગાહી કરતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી કરી દીધી છે, જેમાં તેમણે એમ જણાવ્યું કે, ગુજરાતમાં આવતા 36 કલાક એટલે દોઢ દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતાઓ છે. જેમાં ઉત્તર ગુજરાત અને પુર્વ ગુજરાતની સાથોસાથ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાનો છે. આ આગાહીના સમયગાળામાં વડનગર, સિધ્ધપુર સહિત પુરા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.

આગાહીમાં વધુ માહિતી આપતા અંબાલાલ પટેલે જણાવ્યું કે, આજથી 12 તારીખ સુધીમાં સૌરાષ્ટ્રના જુનાગઢ અને વેરાવળ વેરાવળ સાથે અન્ય વિસ્તારોમાં પણ 5 ઈંચ કરતાં વધુ વરસાદ પડવાનો છે. આ સિવાય રાજયમાં ભારે વરસાદના લીધે તાપી, રૂપેણ, નર્મદા અને બનાસકાંઠાની નદીઓમાં પુર આવવાની શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, વરસાદનું જોર ઘટવા બાબતે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં 11 તારીખથી વરસાદનું જોર ઘટી જશે અને થોડાક દિવસો બાદ એટલે કે 15 જુલાઈથી ફરી વરસાદનું આગમન થાશે જે 20 જુલાઈ સુધી સતત વરસાદ ચાલુ રહેશે. આ પછી 24 જુલાઈથી લઈને 28 જુલાઈ સુધીના સમયગાળામાં રાજ્યમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડશે.

આવી વધારે માહિતી માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

In the current round of rains in the state, it is raining heavily and today 138 talukas of the state received 5 inches of rain in Jamnagar district and 2.5 inches of rain in Bhuj and 1.5 inches of rain in Dwarka and Kalyanpur and it is still raining. is

Meteorological department’s forecast for today (July 8).

In its new forecast today, the Meteorological Department said that a red alert has been given in some districts of the state today due to heavy to heavy rainfall on 8th, which includes the areas of Jamnagar, Kutch, Devbhumi Dwarka and Porbandar districts.

Apart from red alert, orange alert has been issued in some districts of the state due to heavy rains today which include areas of Surat, Patan, Mehsana, Junagadh, Gir Somnath, Banaskantha, and Sabarkantha districts.

Apart from this, yellow alert has been issued due to heavy rain in some parts of the state including Panchmahal, Dahod, Bharuch, Vadodara, Navsari, Valsad, Tapi, Anand, Kheda, Aravalli, Surendranagar, Ahmedabad, Gandhinagar, Amreli, Rajkot and Morbi districts. .

Meteorological department’s forecast for tomorrow (July 9).

Apart from this, the Meteorological Department has issued an orange alert (warning) in the areas of Banaskantha and Morbi districts of the state due to heavy rainfall tomorrow i.e. 9th.

Apart from this, heavy rain areas of the state tomorrow include Mehsana, Kutch, Patan, Jamnagar, Sabarkantha, Rajkot, Bharuch, Navsari, Valsad and Surat districts and yellow alert has been issued.

July 10 Forecast of Meteorological Department

Apart from this, the Meteorological Department has indicated that the intensity of rain will decrease from 10th and only three districts of the state are likely to experience heavy rain and yellow alert has been issued, which include Sabarkantha, Patan and Banaskantha.

Big prediction of Ambalal Patel

Meteorologist Ambalal Patel, who predicts rain along with the Meteorological Department, has also made his prediction, in which he said that there are chances of heavy rain in Gujarat during the next 36 hours, i.e. one and a half days. In which heavy rain is expected in North Gujarat and East Gujarat along with Saurashtra areas. During this forecast period, heavy rain is predicted in the entire Gujarat including Vadnagar, Siddhpur.

Ambalal Patel giving more information on the forecast said that from today till 12th, Junagadh and Veraval of Saurashtra along with other areas will receive more than 5 inches of rain. Apart from this, Ambalal Patel has expressed the possibility of floods in Tapi, Rupen, Narmada and Banaskantha rivers due to heavy rains in the state.

Along with this, Meteorological expert Ambalal Patel, according to the Meteorological Department, predicted that the intensity of rain will decrease from 11th and after a few days i.e. from 15th July, the rain will come again which will continue till 20th July. After this, the state will experience heavy rains from July 24 to July 28.